Sun Transit : સૂર્યદેવના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે વરસાદના 11 નક્ષત્ર શરૂ

Sun Transit : સૂર્યદેવના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે વરસાદના 11 નક્ષત્ર શરૂ
Email :

સૂર્યદેવના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે જ વરસાદના 11 નક્ષત્રો શરૂ થયા છે. દરમિયાન 22 જૂનના રોજ સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રમાં પ્રવેશ વેળા વરસાદી માહોલ બનવાના અને પુષ્ય નક્ષત્રમાં ધોધમાર વરસાદ વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો છે.

ગ્રહોનો રાજા સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેમના રાશિ પરિવર્તન કરવાની ક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ વેળાએ ધનારક કમુરતા, મીન રાશિમાં પ્રવેશ વેળાએ મીનારક કમુરતા અને મકર રાશિમાં પ્રવેશ વેળાએ મકરસંક્રાંતિ તરીકે ઉજવણી થાય છે.

સૂર્યદેવનો નક્ષત્ર પ્રવેશ અને વરસાદની સ્થિતિ

મૃગશીર્ષ નક્ષત્ર : 8 જૂનના રોજ રવિવાર. ચંદ્ર નક્ષત્ર સ્વાતિ. વાહન શિયાળ. ગરમીનું પ્રમાણ વધુ રહે.

આદ્રા નક્ષત્ર : 22 જૂનના રોજ રવિવાર. ચંદ્ર નક્ષત્ર ભરણી. વાહન મૂષક. વરસાદી માહોલ રહે.

પુનર્વસુ નક્ષત્ર : 5 જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન અશ્વ. વરસાદની મધ્યમ શરૂઆત થાય.

પુષ્ય નક્ષત્ર : 19 જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર કૃતિકા. વાહન મોર. વરસાદ સારો રહે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ સંભવ.

આશ્લેષા નક્ષત્ર : 2 ઓગસ્ટના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન ગંદર્ભ. વરસાદ મધ્યમ રહે.

મઘા નક્ષત્ર : 16 ઓગસ્ટના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર કૃતિકા. વાહન દેડકો. સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થાય.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : 30 ઓગસ્ટના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર અનુરાધા. વાહન ભેંસ. મધ્યમ-સારો વરસાદ રહે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : 13 સપ્ટેમ્બરના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર રોહિણી. વાહન શિયાળ. છૂટોછવાયો વરસાદ રહે.

હસ્ત નક્ષત્ર : 27 જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન મોર. મેઘગર્જના સાથે સારો વરસાદ થાય.

ચિત્રા નક્ષત્ર : 10 ઓક્ટોબરના રોજ શુક્રવાર. ચંદ્ર નક્ષત્ર રોહિણી. વાહન હાથી. છૂટોછવાયો સારો વરસાદ રહે.

સ્વાતિ નક્ષત્ર : 24 ઓક્ટોબરના રોજ શુક્રવાર. ચંદ્ર નક્ષત્ર અનુરાધા. વાહન દેડકો. સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થાય.

આદ્રા નક્ષત્રમાં વરસાદી માહોલ બનશે, પુષ્યમાં ધોધમાર વરસાદ વરસશે

Leave a Reply

Related Post