Grah Gochar: જૂનમાં શુક્રનું બેવડુ નક્ષત્ર પરિવર્તન, આ રાશિને મોજ પડી જશે

Grah Gochar: જૂનમાં શુક્રનું બેવડુ નક્ષત્ર પરિવર્તન, આ રાશિને મોજ પડી જશે
Email :

વૈદિક જ્યોતિષમાં શુક્ર ખુબજ શુભ ગ્રહ માનવામાં આવે છે, જે જાતક આકર્ષણ શક્તિ, સંબંધોમાં સંતુલન, પ્રેમ સૌંદર્ય અને ભોગ-વિલાસ, કલા, સંગીત, દામ્પત્ય જીવન, સુખ સમૃદ્ધિનો સ્વામી માનવામાં આવે છે. જૂનમાં શુક્ર ગ્રહ બમણુ રાશિ પરિવર્તન કરશે. તમામ ક્ષેત્રે ફાયદો થશે. ધન-વૈભવમાં વધારો થશે.

જૂન 2025માં ક્યારે ક્યારે શિક્ર કરશે નક્ષત્ર પરિવર્તન?

ભરણી નક્ષત્રમાં શુક્રનું ગોચર 13 જૂન રાત્રે થશે. વૈભવ કારક ગ્રહ શુક્ર અશ્વીની નક્ષત્રમાં નિકળીને ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન સકારાત્મક અસર કરશે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે.

કૃતિકા નક્ષત્રમાં શુક્રનું ગોચર

કૃતિકા નક્ષત્રમાં ગુરૂવારે 26 જૂને શુક્ર ભરણી નક્ષત્રમાંથી નીકળીને કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કૃતિકા નક્ષત્ર ભૌતિક સુખ, ઉર્જાનો સંચોર કરશે.

શુક્રના નક્ષત્ર પરિવર્તનની આ રાશિ પર અસર

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે. જ્યારે ભરણી નક્ષત્રમાં અને કૃતિકા નક્ષત્રમાં શુક્ર ગોચર કરશે ત્યારે વૃષભ રાશિને વિશેષ લાભ પ્રાપ્ત થશે. આર્તિક સ્થિતિ સુધરશે. રોકાણથી ફાયદો થશે. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત કરી શકશો. સુખ-સંપત્તિ વધતા વૈભવી સુખ માણી શકશો. ઘર સજાવટ, ફેશનને લગતી વસ્તુઓ તરફ વધારે આકર્ષણ રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિ માટે શુક્રનું બેવડુ નક્ષત્ર પરિવર્તન ખર્ચ ઘટાડશે. આવકમાં વધારો થશે. ધનલાભની શક્યતા છે. વિદેશ યાત્રાના પ્રબળ યોગ છે. ધર્મકાર્ય કરી શકશો. વિદેશ યાત્રાના યોગને છે. માનસિક શાંતિ મળશે, મન પ્રસન્ન થશે, રચનાત્મક વિચારો કરી શકશો. જૂના રોગથી છુટકારો મળશે. માનસીક તાણ દૂર થશે. વેપારીઓને ફાયદો થશે નોકરીયાતને પ્રમોશન અને સારી ઓફર મળશે.

સિંહ રાશ

આ રાશિનો સારો સમય આવશે. આર્થિક ક્ષેત્રે પ્રગત્તિ થશે. કાર્યસ્થળે વિશેષ સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન અને સેલરીમાં વધારો થશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકશો. ફસાયેલા નાણા પરત મળશે. ચિંતા દૂર થશે, સામાજીક પ્રતિષ્ઠા જળવાશે. માન સન્માન વધતા સામાજીક કાર્ય કરવાનો ઉત્સાહ વધશે.

Leave a Reply

Related Post