સાળંગપુર હનુમાન મંદિરમાં રામ પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: કષ્ટભંજનદેવને 200 કિલો હજારીગલના ફૂલોથી શણગાર

સાળંગપુર હનુમાન મંદિરમાં રામ પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી:કષ્ટભંજનદેવને 200 કિલો હજારીગલના ફૂલોથી શણગાર
Email :

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રી રામ પ્રાગટ્યોત્સવ અને શ્રીહરિ પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. આ પ્રસંગે કષ્ટભંજનદેવને પ્યોર

સિલ્કના વાઘા અને રામસીતા મયુર ઘાટનો મુકુટ ધરાવવામાં આવ્યો. વડોદરાથી ખાસ મંગાવેલા 200 કિલો હજારીગલના ફૂલોથી દાદાના સિંહાસનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. બપોરે 12 વાગ્યે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા વિશેષ આરતી કરવામાં આવી. શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે સવારે 10:10 કલાકે પૂજન-અર્ચન, કીર્તન-આરતી યોજાયા. હરિભક્તોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી આનંદ

ઉત્સવ મનાવ્યો. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. હજારો હરિભક્તોએ દર્શન, આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ-9ના રોજ બપોરે 12 વાગ્યે થયું હતું. તેમનું સમગ્ર જીવન માનવ સમાજને મર્યાદા, કુટુંબ અને સામાજિક વ્યવહારની શ્રેષ્ઠ શીખ આપે છે.

Leave a Reply

Related Post