કિશોરી ઉત્કર્ષ પહેલનો ભરૂચમાં ભવ્ય સમારોહ: જાગૃત કિશોરીઓને પ્રશંસાપત્ર અને ટેબ્લેટ સહિત પ્રોત્સાહક ભેટ અર્પણ

કિશોરી ઉત્કર્ષ પહેલનો ભરૂચમાં ભવ્ય સમારોહ:જાગૃત કિશોરીઓને પ્રશંસાપત્ર અને ટેબ્લેટ સહિત પ્રોત્સાહક ભેટ અર્પણ
Email :

ભરૂચમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટેની કિશોરી ઉત્કર્ષ પહેલનો સમારોહ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં યોજાયો. આ પહેલની શરૂઆત રાષ્ટ્રીય બાલિકા દિને કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી હતી, જે પ્રધાનમંત્રીના "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં વ્યક્ત કરેલા વિચારોથી પ્રેરિત છે. કાર્યક્રમમાં કિશોરીઓને 6 મોડ્યુલ્સની

ગુણાત્મક તાલીમ અને વિવિધ માહિતીપ્રદ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યક્રમ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા બનશે. અંકલેશ્વર અને ભરૂચ અર્બન બ્લોકની આદર્શ કિશોરીઓને તેમના વિસ્તારમાં નેતૃત્વ કરવા પ્રેરણા આપવામાં આવી. સમારોહમાં તાલુકા જાગૃત કિશોરીઓને પ્રશંસાપત્ર, પ્રોત્સાહક રકમ અને

ONGC અંકલેશ્વર એસેટ તરફથી ટેબ્લેટ આપવામાં આવ્યા. ગ્રામ જાગૃત કિશોરીઓને પણ પ્રોત્સાહન રકમ અને પ્રશંસાપત્ર અર્પણ કરાયા, તેમજ માસ્ટર ટ્રેનર્સને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને DCM શ્રીરામ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Post