રામનવમી શોભાયાત્રા: અમદાવાદમાં VHP-બજરંગ દળની ભવ્ય શોભાયાત્રા

રામનવમી શોભાયાત્રા:અમદાવાદમાં VHP-બજરંગ દળની ભવ્ય શોભાયાત્રા
Email :

અમદાવાદમાં રામનવમીના પવિત્ર અવસર પર વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સરયુ મંદિર, પ્રેમ દરવાજા, દરિયાપુર વિસ્તારમાંથી પસાર

થઈ હતી. શોભાયાત્રામાં વિવિધ અખાડાઓના સભ્યો, બેન્ડ-બાજા, સાધુ-સંતો અને માતૃશક્તિની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભજન મંડળીની બહેનોએ મધુર ભજનોની રમઝટ બોલાવી હતી. યાત્રામાં નાના બાળકોએ ભગવાન

રામ, લક્ષ્મણજી, સીતામાતા અને શંકર ભગવાનના વેશભૂષા ધારણ કર્યા હતા. વિવિધ ક્ષેત્રના હોદ્દેદારો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર શોભાયાત્રા આનંદ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

Leave a Reply

Related Post