વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં નવો ઘટસ્ફોટ: આરોપી ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર, 10 દિવસે પણ અનિરૂદ્ધસિંહ ગોહિલનો પત્તો નહીં

વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં નવો ઘટસ્ફોટ:આરોપી ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર, 10 દિવસે પણ અનિરૂદ્ધસિંહ ગોહિલનો પત્તો નહીં
Email :

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ત્યારે ફરિયાદના 10 દિવસે પણ આરોપીનો કોઈ પત્તો મળ્યો નથી. બીજી તરફ આણંદના રાજ નર્સિંગ હોમમાં યુવતીના ગર્ભપાત અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વચ્ચે દુષ્કર્મ કેસનો આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો

છે. આરોપી 10 દિવસથી પોલીસ પકડથી દૂર SC-ST સેલની 3 ટીમ અને નંદેશરી પોલીસ સ્ટેશનની બે ટીમ આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલને શોધી રહી છે. પોલીસ ફરિયાદને 10 દિવસનો સમય વિતી ગયો છે તેમ છતાં આરોપી હજુ સુધી પકડાયો નથી. આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ રાજકીય પીઠબળ ધરાવે છે. આરોપીના દાદા પૂર્વ ધારાસભ્ય હતા, ત્યારે તેના નાના ગોવિંદ પરમાર હાલ ઉમરેઠના ભાજપના વર્તમાન ધારાસભ્ય છે.

યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભ રહેતા ગર્ભપાત કરાવ્યો 26 વર્ષીય આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યાર બાદ આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી એબોર્શન કરાવ્યું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી યુવતીએ અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે યુવતીનું

મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. પોલીસ અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી રહી છે નંદેસેરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ SC-ST સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. ACPએ કેસની તપાસ શરૂ કરી છે અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરી રહ્યા છે. ઘટનાને 10 દિવસ થઈ ગયા છતાં આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલને પોલીસ પકડી શકી નથી. આરોપીના

દાદા વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા યુવતીએ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા

હતા. અનિરૂદ્ધે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ પહેલા દુષ્કર્મ પીડિતાએ પોતાની વેદના સાથે જણાવ્યું હતું કે, અનિરૂદ્ધે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેથી હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, મેં એબોર્સન કરાવવાની ના પાડી તો મને મારતો મારતો લઈ ગયો અને તેના મામાને ગન લઈને બોલાવ્યા હતા અને મારી મરજી વિરુદ્ધ એબોર્સન કરાવી દીધું હતું. પોલીસે હજુ આરોપી અનિરુદ્ધ ગોહિલને પકડ્યો નથી.

Leave a Reply

Related Post