પરીક્ષા પે ચર્ચાનો ભવ્ય પ્રતિસાદ: સાબરકાંઠાની 1186 શાળાના 1.32 લાખ વિદ્યાર્થીઓએ PM મોદી સાથે કર્યો સંવાદ

પરીક્ષા પે ચર્ચાનો ભવ્ય પ્રતિસાદ:સાબરકાંઠાની 1186 શાળાના 1.32 લાખ વિદ્યાર્થીઓએ PM મોદી સાથે કર્યો સંવાદ
Email :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમની આઠમી શ્રેણીમાં સાબરકાંઠા જિલ્લાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાની કુલ 1186 શાળાઓમાંથી 1 લાખ 32 હજાર 705 વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમાવેશ

થયો હતો, જેમાં 764 સરકારી, 234 ગ્રાન્ટેડ અને 188 ખાનગી શાળાઓ સામેલ હતી. વિદ્યાર્થીઓને સરળતાથી કાર્યક્રમ નિહાળી શકે તે માટે 118 LED અને 25 ટીવી સેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 5231 શિક્ષકો, 19 વાલીઓ, 370 અધિકારીઓ અને 1462 પદાધિકારીઓએ

હાજરી આપી હતી. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી અને શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો તનાવ ઓછો કરવા અને સફળતાપૂર્વક પરીક્ષાનો સામનો કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Post