GSFAએ GSLની બીજી સીઝનની જાહેરાત કરી: પ્રમુખ પરિમલ નથવાણીએ 6 ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું; ટુર્નામેન્ટ 1 મેથી રમાશે

GSFAએ GSLની બીજી સીઝનની જાહેરાત કરી:પ્રમુખ પરિમલ નથવાણીએ 6 ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું; ટુર્નામેન્ટ 1 મેથી રમાશે
Email :

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)એ અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી પહેલી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સીઝનના આયોજનની ઘોષણા કરી છે. ગુજરાત સુપર લીગ સીઝન-2ની ઓપનિંગ મેચ 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે. શુક્રવારે આયોજિત એક

સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સીઝન-2માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પરિમલ નથવાણીએ સત્તાવાર GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કર્યું હતું. GSL ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમ આ મુજબ છે: પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, "ગુજરાત સુપર

લીગ તેની બીજી સીઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ

યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સીઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે." GSFA ના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સીઝનમાં તેની મેચને મજબૂત

પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે. GSL સીઝન-2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી

ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Related Post