અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટનું સફળ સમાપન: વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા, છેલ્લા ત્રણ વર્ષમાં લેવલ 1 ટુર્નામેન્ટમાં સૌથી વધુ

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટનું સફળ સમાપન:વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા, છેલ્લા ત્રણ વર્ષમાં લેવલ 1 ટુર્નામેન્ટમાં સૌથી વધુ
Email :

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટ 2025નું સફળ સમાપન થયું. અમદાવાદના પાલડીમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 24થી 27 મેના રોજ આયોજિત રોમાંચક ટેનિસ ટુર્નામેન્ટને બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત GSTA ટેનિસ ટુર્નામેન્ટ 2025 24 મેના રોજ શરૂ થઈ હતી. જેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

છે. વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જે છેલ્લા ત્રણ વર્ષમાં આયોજિત ગુજરાત GSTA લેવલ 1 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે. મિક્સ્ડ, બોય્ઝ, ગર્લ્સ, મહિલા-પુરૂષ કેટેગરીમાં વિવિધ વયજૂથના લોકોએ લીધો ભાગ અંડર-9 કેટેગરીમાં વિઆન સુતરિયાએ જોષી શ્રાવ્યને 5-2થી હરાવ્યો હતો. બોય્ઝ અંડર-10 ફાઈનલ કેટેગરીમાં આર્યન નાયક ગુજરાતનો નંબર વન રેન્કર U-10 બન્યો છે. શાશ્વત પટેલ

7-6(4) સાથે ટાય-બ્રેકર રહ્યો હતો. જે રાજ્યમાં બોય્ઝ U-12 કેટેગરીમાં ત્રીજા નંબરે રહ્યો હતો. અંડર-12 ફાઇનલમાં કોર્ટ પર પાછો ફર્યો હતો, પરંતુ અર્ણવ પાન્ડે સામે નિષ્ફળ રહ્યો હતો. અર્ણવે 7-4થી મેચ જીતી હતી. પાર્થે શ્લોકે બોય્ઝ અંડર-14 ફાઇનલમાં વેદાંગ દવે સામે 7-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. બોય્ઝ અંડર -16માં પલાશ સુતરિયાએ દર્શ શાહ વિરૂદ્ધ 7-5એ

જીત હાંસલ કરી હતી. ગર્લ્સમાં ટોચની ક્રમાંકિત ધનવી ડાભીએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. જે ગર્લ્સ અંડર-10માં નંબર વન અને અંડર-12 કેટેગરીમાં ત્રીજા ક્રમે રહી છે. તેણે ટ્વિશા શાહને 7-5થી હરાવી હતી. ટ્વિશા ગર્લ્સ અડંર-12 ફાઈનલમાં કમબેક કરવામાં નિષ્ફળ રહી હતી. જ્યાં રેઓના પંચોલીએ 7-0થી પરાજિત કરી હતી. અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી હેઠળ તાલીમ લીધેલી

હર્ષા દેશપાંડેએ ગર્લ્સ અંડર-14 ફાઈનલમાં તમામ રાઉન્ડમાં ઉમદા પર્ફોર્મન્સ આપી રાઘવી જાજૂને 7-2થી હરાવી હતી. પ્રાપ્તિ તિવારીએ વાણી શાહને 7-5થી હરાવી ગર્લ્સ અંડર-16નું ટાઇટલ જીત્યું હતું. બાદમાં દિવસના અંતે વાણી શાહે વાપસી કરતાં ટાઇ-બ્રેક ફિનિશમાં ફોરમ નાયકને 7-6(3)થી હરાવી વુમન્સ સિંગલ્સ ક્રાઉન મેળવ્યો હતો. સિનિયર કેટેગરીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, વિમલ

ઠાકોરે જીગ્નેશ ઠાકોરને 8-3થી હરાવ્યો હતો. જ્યારે 45+ સિંગલ્સમાં પરાગ શાહે અભિલાષ નાયર સામે રસાકસીભરી રમત રમી 7-6(6)થી જીત મેળવી હતી. મેન્સ ડબલ્સની ફાઇનલમાં જીગ્નેશ ઠાકોર અને મનન ઠાકોરની ટીમે ક્રિષ્ના લેઉવા અને રાહિલ મહેતાને 7-2થી હરાવીને જીત હાંસલ કરી હતી. 35+ સિંગલ્સમાં હર્ષ લખિસરાણીએ છેલ્લી મેચમાં 7-5 થી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો.

Leave a Reply

Related Post