ગુજરાત ATS અને STFએ 19 વર્ષના આતંકવાદીને પકડ્યો: હરિયાણા નજીકથી બે આતંકવાદી ઝડપાયા; યુપીથી હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા; STF ટૂંક સમયમાં જાહેરાત કરશે

ગુજરાત ATS અને STFએ 19 વર્ષના આતંકવાદીને પકડ્યો:હરિયાણા નજીકથી બે આતંકવાદી ઝડપાયા; યુપીથી હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા; STF ટૂંક સમયમાં જાહેરાત કરશે
Email :

STF અને ગુજરાત ATSની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી હરિયાણા નજીક બે આતંકવાદીઓની કડી મળી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. આ આતકવાદીઓમાં એક માત્ર 19 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછમાં તપાસ એજન્સીને યુપીના ફૈઝાબાદ નજીક બે હેન્ડ ગ્રેનેડની માહિતી પણ મળી છે. હરિયાણા નજીકથી બે આતંકવાદીઓ ઝડપાયા ગુજરાતી ATS અને હરિયાણા STFની મદદથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે બે આતંકવાદીને

પકડવા માટે હરિયાણા STF અને ગુજરાતી ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બે આતંકવાદીઓમાંથી એક 19 વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હતો. ત્યારબાદ તેની ગતિવિધિ જાણવા માટે હરિયાણા STF અને ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધર્યું જેમાં તેની અટકાયત કરવામાં આવી છે. અબ્દુલ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો ગુજરાત એટીએસ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે

જોડાયેલા હોવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશમાં આવી હતી. ગુજરાત એટીએસ અને હરિયાણાની ટીમે તેની પ્રવૃત્તિઓને ટ્રેસ કરવા માટે સંપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું. માહિતીની પુષ્ટિ થયા પછી, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા યુવક પાસેથી કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેના વિશે તેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સીઓ અહીં યુવક કયા લોકોના સંપર્કમાં હતો તેની માહિતી એકઠી કરી રહી છે. યુપીના ફૈઝાબાદ નજીક બે હેન્ડ ગ્રેનેડની માહિતી મળી હાલ

હરિયાણામાં બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત પણ ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા યુવકને કેટલાક શંકાસ્પદ વીડિયો અને હથિયારો વિશે પૂછપરછ કરવામાં આવતા તેની પૂછપરછના આધારે હેન્ડ ગ્રેનેડ મળ્યા આવવાની વિગતો પણ જાણવા મળી છે. આ અંગે ટુંક સમયમાં હરિયાણા પોલીસ દ્વારા માહિતી સામે આવી શકે છે. બદલાયેલા નામથી રહેતો હતો અબ્દુલ, હરિયાણા પોલીસ પણ સક્રિય થઈ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં

બદલાયેલા નામથી રહેતો હતો. જ્યારે ટીમે તેને પકડ્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડાઈ ગયો. માહિતી મળતાં ફરીદાબાદ પોલીસની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ. NIT ના ડેપ્યુટી પોલીસ કમિશનર કુલદીપ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની માહિતી લીધી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ NIT ના જણાવ્યા અનુસાર, યુવાન અબ્દુલ વિશે હવે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તે અહીં ક્યારથી રહેતો હતો અને કોની સાથે રહેતો હતો? તેણે શું કર્યું અને કોને મળ્યો? પોલીસ તપાસ બાદ

ખુલાસો કરશે. હેન્ડ ગ્રેનેડ મળી આવતાં હોબાળો મચી ગયો, બોમ્બ સ્ક્વોડ બોલાવવામાં આવી અબ્દુલ રહેમાન સાથે બે હેન્ડગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. જ્યારે ટુકડીએ તપાસ કરી ત્યારે બંને હેન્ડગ્રેનેડ જીવંત મળી આવ્યા. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ. મામલો સંવેદનશીલ હોવાથી, પોલીસે તેમને થોડા અંતરે રોક્યા. જો STFના સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, આરોપીઓ હેન્ડ ગ્રેનેડ લઈને અહીં કેમ આવ્યા? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

Related Post