ડિંગુચાના પરિવારને મોતને ઘાટ ઉતારનાર 'ડર્ટી હેરી' જેલમાં: કેનેડાની કોર્ટે 10 વર્ષની સજા ફટકારતાં અંતે પટેલ પરિવારને ન્યાય મળ્યો, જજે કહ્યું- આ કેસ વિશે વિચારતાં આંખો સામે બાળકો તરવરતાં હતા

ડિંગુચાના પરિવારને મોતને ઘાટ ઉતારનાર 'ડર્ટી હેરી' જેલમાં:કેનેડાની કોર્ટે 10 વર્ષની સજા ફટકારતાં અંતે પટેલ પરિવારને ન્યાય મળ્યો, જજે કહ્યું- આ કેસ વિશે વિચારતાં આંખો સામે બાળકો તરવરતાં હતા
Email :

2022માં US-કેનેડા સરહદ પર એક ભારતીય પરિવારના થીજી જવાથી મૃત્યુની દુ:ખદ ઘટના સામે આવી હતી. કોર્ટે બુધવારે મુખ્ય આરોપી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે "ડર્ટી હેરી"ને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. શું હતો કેસ? આ કેસ માનવ તસ્કરી સાથે સંબંધિત છે, જેમાં ભારતના ગુજરાત રાજ્યના ડિંગુચા ગામના જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષનો પુત્ર ધાર્મિકનું મૃત્યુ થયું હતું. પરિવાર -36 ડિગ્રી સેલ્સિયસની ભયંકર ઠંડીમાં US-કેનેડા

સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને માત્ર 33 ફૂટ દૂર મૃત્યુ પામ્યો. મૃત્યુ માટે કોણ જવાબદાર છે? યુએસ કોર્ટ અનુસાર, આ ખતરનાક માનવ તસ્કરીનો મુખ્ય સૂત્રધાર હર્ષકુમાર પટેલ હતો, જે ભારતનો નાગરિક છે અને ડિંગુચા ગામનો રહેવાસી છે. તે 'ડર્ટી હેરી' તરીકે જાણીતો હતો. આ કેસમાં અન્ય એક આરોપી, ફ્લોરિડા (USA)નો રહેવાસી સ્ટીવ એન્થોની શેન્ડને 6.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેના પર લોકોને સરહદ પાર લઈ જવાનો આરોપ

હતો. ફરિયાદીઓએ તેના માટે 11 વર્ષની સજાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેની મર્યાદિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને ઓછી સજા ફટકારી હતી. કેસ વિશે વિચારીને આંખો ફફડી ઉઠે છે- જજ એટર્ની લિસા કાર્યકારી યુએસ એટર્ની લિસા ડી. કિર્કપેટ્રિકે જણાવ્યું કે- છોકરો ધાબળામાં લપેટાયેલો હતો અને તેના પિતાના થીજી ગયેલા ગ્લવસથી તેનો ચહેરો ઢંકાયેલો હતો, જ્યારે જ્યારે હું આ કેસ વિશે વિચારું છું ત્યારે મારી આંખો સામે તે પરિવાર અને તે બે સુંદર

બાળકો તરવરે છે જેઓ થીજીને મોતને ભેટ્યા છે. આ મૃત્યુ ટાળી શકાયા હોત- જજ જોન ટુન્હાઈ જજ જોન ટુન્હાઈમે કહ્યું, આ ગુનો અસાધારણ છે કારણ કે તેના પરિણામે બે નાના બાળકો સહિત ચાર લોકોના અકલ્પનીય મૃત્યુ થયા હતા, અને આ મૃત્યુને અટકાવી શકાયા હોત. કેનેડાના વિઝા, પછી ચોરીછૂપીથી અમેરિકા કોર્ટના દસ્તાવેજો અનુસાર, પટેલ અને શેન્ડ એક નેટવર્કનો ભાગ હતા જે ભારતથી લોકોને વિદ્યાર્થી વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ગુપ્ત રીતે

તેમને અમેરિકા મોકલતા હતા. ઘણા લોકોએ આ નેટવર્ક દ્વારા સરહદ પાર કરી હતી. આરોપીને કોઈ અફસોસ નથી હર્ષકુમાર પટેલે કોર્ટમાં નિર્દોષ હોવાની કબૂલાત કરી અને કહ્યું કે તે ફક્ત એક સામાન્ય માણસ છે અને માનવ તસ્કરીના અન્ય લિડર્સ તો કોઈ બીજા જ છે. તેના વકીલે ફક્ત 18 મહિનાની સજા માગી હતી (જે તે પહેલાથી જ ભોગવી ચૂક્યો છે), પરંતુ કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. ફરિયાદી માઈકલ મેકબ્રાઈડે કોર્ટમાં જણાવ્યું હતું

કે, "પટેલને આજ સુધી કોઈ પસ્તાવો થયો નથી અને તે હજુ પણ સ્વીકારવા તૈયાર નથી કે તે 'ડર્ટી હેરી' છે, જોકે પૂરતા પુરાવા અને તેના સાથીની જુબાની દ્વારા આ ગુનો સાબિત થયો છે." મૃતક પરિવાર અને આરોપી બંને એક જ ગામના મૃતક પરિવાર અને આરોપી બંને ગુજરાતના ડિંગુચા ગામના છે, પરંતુ બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી. આ ગામ અગાઉ પણ વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોના કિસ્સાઓ માટે હેડલાઈનમાં રહ્યું છે.

Leave a Reply

Related Post