ઉત્તર ગુજરાતના 1332 ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ: વિજેતા ઉમેદવારોમાં જીતની ખુશી, મહેસાણાના જૂની સેઢાવી ગામે સૌથી યુવા સરપંચ, જાણો તમારા ગામના સરપંચ કોણ

ઉત્તર ગુજરાતના 1332 ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ:વિજેતા ઉમેદવારોમાં જીતની ખુશી, મહેસાણાના જૂની સેઢાવી ગામે સૌથી યુવા સરપંચ, જાણો તમારા ગામના સરપંચ કોણ
Email :

ગુજરાત રાજ્યની ગ્રામપંચાયત માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં રાજ્યમાં કુલ સરેરાશ 78.20 મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ આજે, 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. સવારના નવ વાગ્યાથી રાજ્યભરના વિવિધ મતગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં મોટાભાગની પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ગામડાઓને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે. ઉત્તર ગુજરાતના છ જિલ્લા, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે, ત્યાંની કુલ 1332 ગ્રામપંચાયત

માટે પણ મતગણતરી ચાલી રહી છે. આ જિલ્લાઓમાં મતદારોએ ભારે ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 8326 ગ્રામપંચાયતમાંથી 4564માં કેમ થઈ ચૂંટણી જાણોઃ રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામપંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. ત્યાર બાદની 3541માંથી 272 ગ્રામપંચાયતમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી. બીજી તરફ પેટા ચૂંટણી

હેઠળની કુલ 3524 ગ્રામપંચાયત પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામપંચાયત બાદ કરતાં 353 ગ્રામપંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી 2 હજારથી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીઓ મોફૂક કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની 1332 ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામની પળે-પળનું અપડેટ્સ નીચે લાઈવ બ્લોગમાં વાંચો...

Leave a Reply

Related Post