ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી: ધમકીભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ; બહાર નીકળવા વકીલોની ગાડીઓની લાઇન લાગી

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી:ધમકીભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ; બહાર નીકળવા વકીલોની ગાડીઓની લાઇન લાગી
Email :

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: સફીન હસન ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ

કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમ અને ફાયરની ગાડી હાઈકોર્ટ પહોંચી ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. ગેટ નંબર-5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રિસેસ બાદ કોર્ટ બંધ રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું છે. હાલમાં

સિક્યોરિટી ચેકિંગ ચાલું છે. વકીલો એક બાદ એક કોર્ટ છોડી રહ્યા છે હાઇકોર્ટથી માહિતી આપતા રિપોર્ટર આશિષ પંચાલ IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી અગાઉ 6 દિવસ પહેલા IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-DEO કચેરીને જાણ કરી હતી. રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે શાળામાં બ્લાસ્ટની ધમકી અપાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ

Leave a Reply

Related Post