Dakor Palika Panchayat Result 2025: ડાકોરમાં ભાજપ-અપક્ષ વચ્ચે પડી ટાઈ, હવે શું?

Dakor Palika Panchayat Result 2025: ડાકોરમાં ભાજપ-અપક્ષ વચ્ચે પડી ટાઈ, હવે શું?
Email :

ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની 176 બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતગણતરી યોજાઇ હતી. જેમાં ડાકોરમાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ પડી હતી. ડાકોર પાલિકાની ચૂંટણીમાં કોઇને બહુમતિ નહીં. આ ટાઇ પડવાના કારણે હવે આગળનું ચિત્ર શું રહેશે તેના પર સૌ કોઇની નજર છે. જિલ્લામાં 3 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને 498 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યાં હતાં.

ઉમેદવારોના ભાવિનો ફેંસલો

ખેડા જિલ્લાની ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાની 121 બેઠકો, કપડવંજ પાલિકાના વોર્ડ નં.2 અને વોર્ડ નં.6ની કુલ બે બેઠકો, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની 50 બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ 175 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ડાકોર, ખેડા, મહેમદાવાદ, મહુધા અને ચકલાસી પાલિકામાં 85 હજારથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કપડવંજ પાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણીમાં 4192 મતદારો, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં 2 લાખથી વધુ મતદારો અને મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણીમાં 6160 મતદારોએ મતદાન કરી 175 બેઠક માટે ચૂંટણી જંગમાં ઉતરેલા 498 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું.

મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો ખાતેથી ઈવીએમને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી સ્થળે લાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, મહેમદાવાદમાં 65.39, મહુધામાં 70.22, ચકલાસીમાં 80.73, ખેડામાં 69.93 અને ડાકોરમાં 64.19 ટકા મળી પાંચેય પાલિકામાં સરેરાશ 70.96 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં 65.30 અને કપડવંજ તાલુકા પંચાયતમાં 64.17 ટકા મળી સરેરાશ 64.86 ટકા તેમજ કપડવંજ પાલિકાના બંને વોર્ડમાં સરેરાશ 33.45 ટકા તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસમાં 30.65 ટકા અને મોદજમાં 58.41 ટકા મળી સરેરાશ 42.70 ટકા મતદાન નોંધાયું હતું. 

Related Post