Palika Election 2025: માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

Palika Election 2025: માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
Email :

ગાંધીનગર માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. માણસા નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહીં ભાજપને પૂર્ણ બહુમત મળતા મિઠાઇ વહેંચવામાં આવી હતી. કાર્યકરોએ કાર્યાલય પર જીતની ઉજવણી કરી હતી. કુલ 7 વોર્ડની 28 બેઠકો નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 28માંથી 27 બેઠક ભાજપને ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે.

માણસા નગરપાલિકા ચૂંટણી પરિણામ

કુલ 7 વોર્ડની 28 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 28 માંથી 27 બીજેપીને ફાળે જ્યારે 1 બેઠક કોંગ્રેસ ના ફાળે બેઠક આવી છે. બીજેપીએ માણસા નગરપાલિકામાં ફરી બહુમતી મેળવી અને વિજય પ્રાપ્ત કર્યો છે. વર્ષ 1995થી માણસા નગરપાલિકા ઉપર બીજેપીનું શાસન છે અને હજુપણ આવનાર પાંચ વર્ષ બીજેપી શાસન મેળવ્યું છે.

માણસા વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ વિજયી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર ઠાકોર અને જ્યોત્સના વાઘેલા જીત્યા હતા. માણસા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી થતાં કાર્યકરો ખુશ થયા હતા. તો ભાજપ ઉમેદવાર દક્ષા પટેલ અને મુકેશ પટેલની જીત થતાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. માણસામાં વોર્ડ નંબર- 2માં ભાજપની પેનલજી જીત હતી. તો આ તરફ, માણસા નગર પાલિકા વોર્ડ નંબર-૩માં ભાજપની પેનલ ન બની. અહીં વોર્ડ નંબર-3માં 3 બેઠક ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. જેના કારણે થોડી ઉદાસી જોવા મળી હતી. 

Leave a Reply

Related Post