ગુજરાત ટાઇટન્સે 'જુનિયર ટાઈટન્સ સીઝન-2'નું સફળતાપૂર્વક આયોજન કર્યું: અમદાવાદ સહિત ગુજરાતના પાંચ શહેરોના 106 શાળાઓમાંથી 5000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગુજરાત ટાઇટન્સે 'જુનિયર ટાઈટન્સ સીઝન-2'નું સફળતાપૂર્વક આયોજન કર્યું:અમદાવાદ સહિત ગુજરાતના પાંચ શહેરોના 106 શાળાઓમાંથી 5000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
Email :

ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં ‘જુનિયર ટાઈટન્સ સિઝન ટુ’ના ફાઈનલ મેચની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. આ ઉજવણી વિશ્વની લોકપ્રિય બ્રાન્ડ પોકેમોન સાથે તેના પ્રથમ જોડાણ માટે પણ હતી. ‘લેટ્સ સ્પોર્ટ આઉટ’ થીમ સાથે સજ્જ આનો હેતુ 14 વર્ષથી ઓછી વયજૂથના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે પ્રેમ અને ઉત્સુક્તા જાગૃત કરવાનો હતો. સીઝન-2ની ફાઈનલ મેચ અમદાવાદનાં સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ લોયલા હોલ ખાતે યોજાઈ હતી. આ ઈનોવેટિવ અભિયાનનું આયોજન ગુજરાતના

પાંચ શહેરો જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને આજે અમદાવાદમાં થયું હતું. જેમાં 106 શાળાઓમાંથી 5000 વિદ્યાર્થીઓની હાજરી સાથે પાંચ શહેરોમાંથી મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. ગુજરાત ટાઈટન્સ દ્વારા શરૂ આ યુનિક ઝુંબેશ બાળકોને આઉટડોર એક્ટિવિટીમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂરુ પાડે છે. તેમજ નાનપણથી જ આઉટડોર સ્પોર્ટ્સ માટે તેમના જુસ્સાને વેગ આપતાં સ્પોર્ટ્સ કલ્ચર સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આ સીઝનની મુખ્ય વિશેષતા પોકેમોન સાથે ભાગીદારી

હતી. જોડાણના ભાગરૂપે બાળકોને તેમના પ્રિય પોકેમોન, પિકાચુને મળવાની અને રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક આપી હતી. જેમાં પ્રોત્સાહક ઈનામો હાંસલ કરવાની તક પણ હતી. પાલનપુર અને અમદાવાદમાં બાળકોને પોકેમોન ગુડી બેગ અને સ્ટીકર્સ વહેંચ્યા હતા. આ ભાગીદારી ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ સીઝનનું વિસ્તરણ કરશે, જેમાં પસંદ કરાયેલા બાળકોને પોકેમોન સાથે લાઇવ મેચ ડેનો અનુભવ કરવાની મંજૂરી મળશે. ગુજરાત ટાઇટન્સના ચાહકોને આગામી ક્રિકેટ સીઝન દરમિયાન લોન્ચ થનારા

ડિજિટલ ઇન્ટિગ્રેશન સેટથી ટીમના હોમ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ફેન ઝોનમાં પીકાચુ સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળશે. આવતા વર્ષે પણ આવી જ સફળતાપૂર્વક આયોજન કરીશું- COO કર્નલ અરવિન્દર સિંહ ગુજરાત ટાઈટન્સના COO કર્નલ અરવિન્દર સિંહે જણાવ્યું હતું કે, 'અમે આ વર્ષે જુનિયર ટાઈટન્સને બહોળો પ્રતિસાદ મળવા બદલ આનંદિત છીએ. અમદાવાદમાં આજે બીજી સીઝનનું સફળ સમાપન થયુ હતું. અને આ સીઝનમાં નવા શહેરો સાથે જોડાયા. આકર્ષક પ્રતિસાદ

આપવા બદલ તમામ યજમાનો, પ્રેક્ષકો તેમજ શાળાઓનો આભાર માનીએ છીએ. બાળકો પોકેમોનના કેરેક્ટર પિકાચુને મળવા માટે ખૂબ ઉત્સુક હતાં. આપણે આગામી વર્ષે મળીશું અને અમારો ઉદ્દેશ છે કે, અમે નવી એક્ટિવિટી અને ઓફરિંગ સાથે વધુ મોટી ઝુંબેશનું સફળતાપૂર્વક આયોજન કરીએ.' 'આકર્ષક પ્રતિસાદ પાછળનું એક કારણ ઈનોવેટિવ ઝુંબેશનું વિઝન છે' પોકેમોન કંપનીના કોર્પોરેટ ઓફિસર સુસુમુ ફુકુનાગાએ જણાવ્યું હતું કે, 'બાળકોને તેમની રમતગમતની ક્ષમતાનો અનુભવ કરાવતા તેમના ચહેરા પર ખુશી

જોવાનો આનંદ અનેરો હોય છે. જુનિયર ટાઈટન્સની બીજી સીઝન માટે ગુજરાત ટાઇટન્સ સાથેની અમારી ભાગીદારી દ્વારા, અમે સહભાગીઓની આનંદદાયક જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું લક્ષ્ય બનાવ્યું હતું. અમે બાળકના સર્વાંગી વિકાસમાં ખુશી અને તંદુરસ્ત મગજ અત્યંત જરૂરી હોવાનું માનીએ છીએ. આ સીઝનમાં આકર્ષક પ્રતિસાદ પાછળનું એક કારણ ઈનોવેટિવ ઝુંબેશનું વિઝન છે. અપેક્ષા છે કે, ગુજરાત અને તેની બહારના શક્ય તેટલા બાળકો સુધી પહોંચ બનાવી અમારી ભાગીદારીને વેગ આપીએ.'

Related Post