WPLમાં ગુજરાત જાયન્ટ્સની પહેલી જીત: UP વોરિયર્સને 6 વિકેટે હરાવ્યું, ગાર્ડનરે ફિફ્ટી ફટકારી; પ્રિયા મિશ્રાએ 3 વિકેટ લીધી

WPLમાં ગુજરાત જાયન્ટ્સની પહેલી જીત:UP વોરિયર્સને 6 વિકેટે હરાવ્યું, ગાર્ડનરે ફિફ્ટી ફટકારી; પ્રિયા મિશ્રાએ 3 વિકેટ લીધી
Email :

ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો. રવિવારે ટીમે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવી. ગુજરાતે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. યુપીનો સ્કોર 9 વિકેટ ગુમાવ્યા બાદ 143 રન હતો. ગુજરાતે 18 ઓવરમાં

4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. ગુજરાત તરફથી પ્રિયા મિશ્રાએ 3 વિકેટ લીધી. ડિઆન્ડ્રા ડોટિન અને એશ્લે ગાર્ડનરે 2-2 વિકેટ લીધી. કેપ્ટન ગાર્ડનરે બેટિંગમાં અડધી સદી ફટકારી. ડોટિન 33 અને હરલીન દેઓલ 34 રન બનાવી અણનમ રહ્યા. યુપી તરફથી

સોફી એક્લેસ્ટોને 2 વિકેટ લીધી. ગુજરાતે પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી. જ્યારે યુપી વોરિયર્સ પહેલી જ મેચમાં હારી ગઈ હતી. રવિવારના પરિણામ પછી, ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું. જ્યારે યુપી છેલ્લા સ્થાને છે.

Related Post