આંખમાં આંસુ, છૂપાવેલાં મોં: અમેરિકાએ હાથકડી પહેરાવી ગુજરાતીને પરત મોકલ્યા, ઘરે પહોંચતાં ભાવુક દૃશ્યો સર્જાયાં, બસ-ડમ્પરની ભયાનક ટક્કર

આંખમાં આંસુ, છૂપાવેલાં મોં:અમેરિકાએ હાથકડી પહેરાવી ગુજરાતીને પરત મોકલ્યા, ઘરે પહોંચતાં ભાવુક દૃશ્યો સર્જાયાં, બસ-ડમ્પરની ભયાનક ટક્કર
Email :

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ પરત ફર્યા અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળ્યા.. કોઈ રડતાં રડતાં તો કોઈ મોં છૂપાવતાં એરપોર્ટ પહોંચ્યા..પોલીસ પ્રોટેક્શનમાં તમામને એરપોર્ટથી જે-તે જિલ્લાના પોલીસનાં વાહનમાં જ વતન લઈ જવાયા. દીકરી પરત ફરતા ઘરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા અમેરિકાથી પરત ફરેલી વડોદરાની યુવતી ખુશ્બુ પટેલના ઘરે ભાવુક દ્રશ્યો

સર્જાયા.. જો કે હાથકડી પહેરેલી હાલતમાં ઘરે આવતા યુવતી માનસિક રીતે પડી ભાગી છે અને કંઈ કહેવા તૈયાર નથી.. ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે ગુનેગારો જેવું વર્તન ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવી ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટથી એરફોર્સના વિમાનમાં બેસાડ્યા. યુએસ બોર્ડર પેટ્રોલ ચીફે વીડિયો શેર કરી ભારતીયોને ઈલિગલ એલિયન્સ કહ્યા.. . પાલિકાના પાપે ખુલ્લી

ગટરમાં પડેલાં બાળકનું મોત સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો 24 કલાકે મૃતદેહ મળ્યો છે. વરિયાવ પમ્પિંગ સ્ટેશનથી બોડી બહાર કાઢીને હૉસ્પિટલ લઈ જવામાં આવી. ફાયર બ્રિગેડની સાથે NDRF પણ રેસ્ક્યૂમાં જોડાઈ હતી રિક્ષાચાલક બાદ આજે બાઈક ચાલક ખાડામાં પડ્યો તો આ તરફ વેડરોડમાં એસએમસીએ ખોદેલા ખાડામાં બાઈકચાલક પટકાયો.. ગઈકાલે રીક્ષા આ ખાડામાં ખાબકી હતી.. તંત્રએ બેરિકેડ

મુકવાની પણ તસ્દી ન લેતા સતત બીજા દિવસે અકસ્માત થયો. એકસાથે 24થી વધુ બાળકો ફુડ પોઈઝનિંગનો ભોગ બન્યા તાપીના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં 24થી વધુ બાળકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતા વ્યારા સિવિલમાં ખસેડાયા. બાળકોએ રતન જ્યોતના બીજ ખાઈ લેતા ઉલટીઓ થવા લાગી હતી.. MS યુનિવર્સિટીમાં પ્રોફેસરોની અછત સર્જાઈ MS યુનિવર્સિટીમાં પ્રોફેસરોની અછત..15 વર્ષથી કોઈ

જ ભરતી ન કરવામાં આવતા અલગ અલગ કેટેગરીમાં 600થી વધુ જગ્યાઓ ખાલી છે.. બસ અને ડમ્પરની ટક્કરમાં એકનું મોત સુરતના હજીરામાં એએમએનએસની બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. ફૂલ સ્પીડમાં જઈ રહેલા ડમ્પરે ટક્કર મારતા બસ અને ડમ્પર બંને પલટી ખાઈ ગયા હતા. હડકાયા કૂતરાએ 8 વર્ષના બાળકનો જીવ લીધો મહીસાગરના ખાનપુર

તાલુકાના ગામમાં હડકાયા કૂતરાએ બચકું ભરતા 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું. બાળકની સારવાર માટે 5 હોસ્પિટલ બદલવા છતા તેને બચાવી ન શકાયો. ખંડણીખોર લલિત ડોંડાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન સુરતમાં 12 ગુનાના આરોપી ખંડણીખોર લલિત ડોંડાને સાથે રાખી અલગ અલગ ત્રણ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન કરાયું..લલિત ડોંડાએ બે હોટલમાં કુટણખાના અને પાર્કિંગના નામે બ્લેકમેઈલ કરી લાખો પડાવ્યા હતા..

Related Post