ન્યુ ગુજરાત વિશેષ: ધરોઈ ડેમને ગ્લોબલ એડવેન્ચર ટૂરિસ્ટ સ્પૉટ તરીકે પ્રમોટ કરવા ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ આગામી મે-જૂનમાં યોજાશે

ન્યુ ગુજરાત વિશેષ:ધરોઈ ડેમને ગ્લોબલ એડવેન્ચર ટૂરિસ્ટ સ્પૉટ તરીકે પ્રમોટ કરવા ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ આગામી મે-જૂનમાં યોજાશે
Email :

હર્ષદ પટેલ

ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમ ખાતે યોજાશે. જેમાં વોટર સ્પોર્ટસ, એરો સ્પોર્ટસ, રોક ક્લાઇમ્બિંગ, માઉન્ટેન સાયકલિંગ સહિત અનેક પ્રવૃતિઓનો રોમાંચ માણી શકાશે. સત્તાવાર સૂત્રો મુજબ, ધરોઈ એડવેન્ચર ફેસ્ટ સંભવત: મે મહિનાના અંતમાં શરૂ થશે અને 30 દિવસ ચાલશે.
શુદ્ધ પાણી, ગ્રેનાઇટની ટેકરીઓ અને સુંદર ટાપુઓના સમૂહથી સમૃદ્ધ ધરોઈ ડેમને ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતમાં વૈશ્વિક કક્ષાના સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા ગુજરાત ટુરિઝમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરાયું છે. ગુજરાતમાં સાહસિક પર્યટનને વિકસાવવા ગુજરાત સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના ભાગરૂપે યોજાનાર પ્રથમ એડવેન્ચર ફેસ્ટમાં ગતિ, સ્લેપ્સ અને આકાશને સ્પર્શી જનારા રોમાંચનો અનુભવ કરી શકાશે. સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઅો, સ્થાનિક ભોજન, તારાદર્શન સહિત ઘણું બધું જોવા મળશે.
ધરોઈ ડેમમાં મગર છે કે નહીં તેની ચકાસણી કરાઈ
એડવેન્ચર ફેસ્ટમાં વોટર સ્પોર્ટ્સ સહિતનો સમાવેશ કરાયો હોઇ પર્યટકોને સુરક્ષાને ધ્યાને લઈ ધરોઇ ડેમના પાણીમાં મગર સહિત અન્ય મોટા જળચર પ્રાણીઓની હાજરી છે કે નહીં તે જાણવા મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા વન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે પણ કરાયો હતો. જેમાં મગરની કોઈ હાજરી જોવા નહીં મળી હોવાનું વન વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ધરોઇ એડવેન્ચર ફેસ્ટનો મુખ્ય ઉદ્દેશ
{ ધરોઈને સાહસ શોધનારાઓ માટે મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કરવું. રોજગારી સર્જન સાથે સ્થાનિક વ્યવસાયિક તકોનો વિસ્તાર કરી પ્રાદેશિક અર્થતંત્રને મજબૂત કરવું.સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરવા. એડવેન્ચર ફેસ્ટમાં અા પ્રવૃત્તિઓનું અાયોજન કરાશે
વોટર સ્પોર્ટસ : પાવર બોટ, જેટ સ્કીઇંગ (વોટર સ્કૂટર), કાયાકિંગ, કેનોઇંગ, સ્ટેન્ડ-અપ પેડલબોર્ડિંગ (SUP), પેરાસેલિંગ, વેકબોર્ડિંગ, બનાના બોટ રાઇડ્સ અને ટોવેબલ ટ્યુબ્સ, વોટર સ્કીસ, વિન્ડ સર્ફિંગ અને જેટ સર્ફ.
અેરો સ્પોર્ટ્સ: પેરામોટરિંગ અને હોટ એર બલૂનિંગ
જમીન અાધારિત પ્રવૃત્તિઅો : રોક ક્લાઇમ્બિંગ, હાઇકિંગ અને ટ્રેકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, એટીવી અને ડર્ટ બાઇક રાઇડ્સ, બીચ ગેમ્સ, કેમ્પિંગ અને સર્વાઇવલ સ્કિલ વર્કશોપ, સાહસિક રેસ.
સાંસ્કૃતિક અને અનુભવ પ્રવૃત્તિઅો : ગ્રામીણ અને કૃષિ પ્રવાસન અનુભવો, આદિવાસી સાંસ્કૃતિક શો અને સ્થાનિક ભોજન ઉત્સવ, સ્ટાર ગેઝિંગ અને એસ્ટ્રોનોમી કેમ્પ, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર અને એડવેન્ચર ફિલ્મ સ્ક્રીનિંગ્સ.

Leave a Reply

Related Post