બાળ હનુમાનભક્તને હનુમાન ચાલીસા અર્થ સાથે કંઠસ્થ: 7 વર્ષનો શૌર્ય ભગવાન શ્રીરામની 40 પેઢીનાં નામ બોલે છે કડકડાટ, મોટિવેશનલ સ્પીકર બનવાનું સ્વપ્ન

બાળ હનુમાનભક્તને હનુમાન ચાલીસા અર્થ સાથે કંઠસ્થ:7 વર્ષનો શૌર્ય ભગવાન શ્રીરામની 40 પેઢીનાં નામ બોલે છે કડકડાટ, મોટિવેશનલ સ્પીકર બનવાનું સ્વપ્ન
Email :

રાજકોટનો માત્ર 7 વર્ષનો બાળક શૌર્ય કાકરેચા સનાતન ધર્મનો અનોખો પ્રચાર કરી રહ્યો છે. તેને રામમંત્ર ઉપરાંત હનુમાનમંત્ર પણ અર્થ સાથે કંઠસ્થ છે. તેમજ ભગવાન શ્રી મની 40 પેઢીના નામ કડકડાટ બોલે છે. એટલું જ નહીં તેને હનુમાન ચાલીસા અર્થ અને હાવભાવની સાથે બોલતા જોઈને નાસ્તિક વ્યક્તિ પણ ભક્તિમાં લીન થઈ જાય છે. આગામી 3 વર્ષમાં ગીતાજીનાં 700 શ્લોક અર્થ સાથે કંઠસ્થ કરવાનું અને મોટીવેશનલ સ્પીકર બનવાનું તેનું સ્વપ્ન છે. લાદીકામ કરતા પિતાનો પુત્ર શોર્ય પોતાની આ પ્રતિભાને કારણે માત્ર માતા-પિતા જ નહીં સનાતન ધર્મનું પણ ગૌરવ વધારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શોર્યએ આટલી નાની ઉંમરમાં હેમંત ચૌહાણ અને સાંઈરામ દવે

જેવા સાહિત્યકાર ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા રાજકારણીની સાથે અનેક સંતો-મહંતોની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા છે. એટલું જ નહીં સ્કૂલ સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને ઘણા એવોર્ડ પણ જીતી ચુક્યો છે. વિહિપ સહિતની હિંદુ સંસ્થાઓનાં અનેક કાર્યક્રમોમાં પણ શોર્ય પોતાની પ્રતિભા બતાવી વાહવાહી મેળવી ચુક્યો છે. તો સોશિયલ મીડિયામાં મોટીવેશનલ વીડિયો મૂકીને ખ્યાતિ મેળવી ચુક્યો છે. 7 વર્ષના શોર્યને હનુમાન ચાલીસા અર્થ સાથે કંઠસ્થ કહેવાય છે કે,નાની ઉંમરમાં જો ધ્યાન રાખવામાં આવે તો બાળકોને મહાપુરુષ બનાવી શકાય. તેનું ઉત્તમ ઉદાહરણ રાજકોટનો 7 વર્ષનો શૌર્ય કાકરેચા છે, કે જેને આખી હનુમાન ચાલીસા તો કંઠસ્થ છે. સાથે સાથે જ તેને હનુમાન ચાલીસાનો અર્થ પણ

કંઠસ્થ છે. શોર્ય જ્યારે અર્થ અને હાવભાવ સાથે હનુમાન ચાલીસા બોલે ત્યારે જોનારા હનુમંત ભક્તિમાં લીન બની જાય છે. દીકરાનું સપનું સપનું ન રહે તેના માટે માતા પિતા તેને ખુબ સાથે સહકાર આપી, શૌર્યને આ સિદ્ધિ માટે સમર્થ બનાવ્યો છે. નાનપણથી જ તેને હનુમાનજી પ્રત્યે અનોખો લગાવ હતો. પરિવારમાં પણ આધ્યાત્મિક માહોલ હતો. આવા માહોલમાં માતાના સાથે સહકારની સાથે જ્ઞાન રેડવાની કળાથી શૌર્યના ઘડતરમાં વિશેષ ઉન્નતી થઈ હતી. ભગવાન રામની 40 પેઢીના નામ પણ માતાએ શીખવ્યા માત્ર 4 વર્ષની ઉંમરમાં શોર્યને હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગયા હતા અને હનુમાનજીની પૂજા તેમજ આરતી કરવામાં શોર્ય લીન થઈ જતો હતો. એકાદ વર્ષ પહેલાં

શોર્યએ માતા કોમલબેનને હનુમાન ચાલીસાનો અર્થ પણ પૂછ્યો હતો. જેને લઈને માતાએ પોતે અર્થ શીખીને તેને હનુમાન ચાલીસાનો અર્થ શીખવ્યો હતો. જેને પોતાની આગવી શૈલીમાં શોર્યએ રજૂ કરતા માતા-પિતા અચરજ પામ્યા હતા. શોર્ય હનુમાન ચાલીસા અર્થ સાથે બોલવા સાથે હાવભાવ પણ વ્યક્ત કરે છે. જે જોઈને તેને રામ મંત્ર, હનુમાન મંત્ર અને ભગવાન રામની 40 પેઢીના નામ પણ માતાએ શીખવ્યા હતા. હાલ ગીતાજીનાં 700 શ્લોક કંઠસ્થ કરવા માટે શોર્ય મહેનત કરી રહ્યો છે. મોટો મોટીવેશનલ સ્પીકર બનવાનું શોર્યનું સ્વપ્ન બહુમુખી પ્રતિભા ધરાવનાર શૌર્યને હનુમાન ચાલીસા તેના અર્થ સાથે કંઠસ્થ તો છે જ સાથે સાથે મોટીવેશનલ સ્પીચ આપવામાં પણ સ્ત્રચિ છે. શૌર્ય નાનપણથી જ

વિવિધ શાળાકીય સ્પર્ધાઓમાં ભાગ લેતો આવ્યો છે. સાથે સોશિયલ મીડિયા પર પણ તે મોટીવેશન સ્પીચના વીડિયો બનાવે છે. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે દે તેવી સ્પીચ આપતો શૌર્ય લોકોને મોટીવેટ કરે છે. માત્ર 7 વર્ષની બાલ અવસ્થામાં શૌર્ય મોટીવેશનલ સ્પીકર તરીકે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આગામી સમયમાં ખૂબ મોટો મોટીવેશનલ સ્પીકર બનવાનું શોર્યનું સ્વપ્ન છે અને આ માટે તે અત્યારથી જ તૈયારી કરી રહ્યો છે. 'નાનપણથી જ મને હનુમાનજીની કથાઓ સાંભળવી ગમતી' શોર્ચએ ન્યુ ગુજરાતને જણાવ્યું કે, હનુમાન ચાલીસાની સાથે મારે ભગવત ગીતા પણ કંઠસ્થ કરવી છે. ધર્મનું અધ્યયન એ આપણા સંસ્કાર છે અને આપણે જ તેનું જતન કરવું જોઈએ. શોર્યમાટે તેના મમ્મી-પપ્પા

આદર્શ છે તેમની મહેનતથી જ પોતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું રોજ સાંજે સાળંગપુરના હનુમાનજીની લાઈવ આરતીના અચૂક દર્શન કરું છું. હનુમાનજી મારા આદર્શ છે, ખૂબ નાનો હતો ત્યારથી મને હનુમાનજીની કથાઓ સાંભળવી ગમતી હતી. તેમણે લંકામાં જઈ માતા સીતાને રામના વંદન કરી, રાવણ જેવા “અહંકારી રાક્ષસની લંકા તેની જ અગ્નિથી સળગાવનાર હનુમાનજી સતયુગમાં તો પૂજ્ય હતાં. કળયુગમાં પણ હનુમાનજી જીવનના તમામ પડકારો પાર પાડવાની પ્રેરણા બની રહ્યા છે. ગીતાજીનાં 700 શ્લોક કંઠસ્થ કરવાની ઇચ્છા વ્યક્ત કરી શોર્યનાં માતા-પિતા કોમલબેન તેમજ મહેશભાઈ સહિત ઘડતરમાં દાદા-દાદી ઈશ્વરભાઈ તથા સવિતાબેન ઉપરાંત નાના-નાની કિશોરભાઈ અને ભાવનાબેન મામા મહેશ ટાંક તેમજ મેહુલભાઈ ટાંક સહિતના પરિવાજનોનો

ખૂબ જ સહયોગ છે. ન્યુ ગુજરાત સમક્ષ શોર્યએ તેના અલગ અંદાજમાં હનનુમાન ચાલીસા અર્થ અને હાવભાવ સાથે રજૂ કરી હતી. તેમજ ભગવાન શ્રીરામની 40 પેઢીનાં નામ પણ બોલી બતાવ્યા હતા. તો આગામી સમયમાં ગીતાજીનાં 700 શ્લોક કંઠસ્થ કરવા સાથે મોટીવેશનલ સ્પીકર બનવાની ઈચ્છા તેણે વ્યક્ત કરી હતી. ભાગવત્ સપ્તાહમાં પણ સૌથી નાનો સ્વયંસેવક બન્યો હતો શૌર્યના માતા કોમલબેને પોતે PTCનો અભ્યાસ કર્યો છે. પોતાના મોટા પગારની નોકરી કરવાની બદલે તેમણે શોર્યનાં ઘડતર માટે સમય આપવાનો નિર્ણય કર્યો હતો. તેણીએ જણાવ્યું કે, પહેલા તે પોતે બધું શીખે છે અને ત્યારબાદ તે પુત્ર શૌર્યને શીખવાડે છે. અત્યારે શૌર્યને હનુમાનજીની શૌર્યગાથા કંઠસ્થ છે. આ ઉપરાંત શૌર્યને

હનુમાન ચાલીસની 40 ચોપાઈઓ અર્થની સાથે કંઠસ્થ છે. શાળાકીય શિક્ષણના પ્રારંભથી જ શૌર્ય વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. ઇંગ્લીશમાં સ્પીચ આપવા સાથે સાથે ગુજરાતીમાં પણ સારો એવો શબ્દભંડોળ શૌર્ય પાસે છે. હાલમાં યોજાયેલી સદભાવના ભાગવત્ સપ્તાહમાં પણ તે સૌથી નાનો સ્વયંસેવક બન્યો હતો અને કથા માટે અનેક વીડિયો બનાવ્યા હતા. માતા-પિતાએ સારા સંસ્કાર આપવામાં જરા પણ કચાસ ન રાખી શોર્યનાં પિતા સામાન્ય પરિવાર અને કડિયાકામ કરીને મજૂરીથી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ ફતેપુરના વતની મહેશભાઈ કાકરેજાએ અગાઉ અમદાવાદ ખાતે કિસ્મત અજમાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજકોટમાં લેણાદેની નીકળતા અંતે અહીં સ્થાયી થયા હતા. અહીં હાલમાં લાદીકામના નિષ્ણાત તરીકે તેઓ ખૂબ જાણીતા બન્યા છે. મહેશભાઈ

અને તેમની પત્ની કોમલબેને અનેક અભાવ તેમજ પડકારની પરિસ્થિતિમાં પણ શોર્યને સારા સંસ્કાર આપવામાં જરા પણ કચાશ છોડી નથી. શોર્યએ પણ માતા-પિતાની મહેનત સાર્થક કરી હોય તેમ 7 વર્ષ જેટલી નાની ઉંમરમાં જ હીરાની જેમ ઝળકી રહ્યો છે. શોર્યની સનાતન ધર્મનું જ્ઞાન આપવા માટે મહેનત માત્ર 7 વર્ષની હસવા-રમવાની ઉંમરે શોર્યએ અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે. આગામી સમયમાં અભ્યાસની સાથે જ ગીતાજીનાં 700 શ્લોક કંઠસ્થ કરવા તેમજ મોટીવેશનલ સ્પીકર બની લોકોને સનાતન ધર્મનું જ્ઞાન આપવા માટે મહેનત કરી રહ્યો છે. જેમાં માતા-પિતા સહિતનો પરિવાર પણ પૂરેપૂરી મદદ કરી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં શોર્ય સફળતાનાં શિખરો સર કરી બતાવશે તે નિશ્ચિત છે.

Leave a Reply

Related Post