લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું: સહકર્મીએ મહિલાને ધમકાવી શારીરિક સંબંધો રાખવા દબાણ કર્યું, વિશ્વાસમાં લઈ 2 લાખના દાગીના પણ પચાવી પાડ્યા

લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું:સહકર્મીએ મહિલાને ધમકાવી શારીરિક સંબંધો રાખવા દબાણ કર્યું, વિશ્વાસમાં લઈ 2 લાખના દાગીના પણ પચાવી પાડ્યા
Email :

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક યુવકે ડીંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્નના પ્રલોભન આપી બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શંકાસ્પદ યુવક મનોજ કદમે પરિણીતાને વિશ્વાસમાં લઈ દાગીના પચાવી પાડ્યા. જો સંબંધ ચાલુ નહીં રાખે તો સાસરીમાં જાણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ ઘટનાની ફરિયાદ ડીંડોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે. પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા ફરિયાદ

અનુસાર, જાન્યુઆરી 2022માં નોકરીના સ્થળે પરિણીતા અને મનોજ કદમ વચ્ચે ઓળખ થઈ હતી. આ સમયગાળામાં પરિણીતા પતિ સાથેના સંબંધોમાં તણાવ અનુભવતી હતી અને તેણીએ પતિ વિરુદ્ધ દહેજની ફરિયાદ પણ નોંધાવી હતી. મનોજ કદમે આ નાજુક પરિસ્થિતિનો લાભ ઉઠાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી. તેનાથી હોટલ અને ડીંડોલી વિસ્તારના એક રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં શારીરિક સંબંધ બાંધ્યો. વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાના દાગીના પડાવ્યા આ દરમિયાન મનોજ કદમે પરિણીતાને વિશ્વાસમાં લઈ સોનાની બંગડી, મંગળસૂત્ર, કાનમાં પહેરવાની બાલી, સોનાની ચેઈન

અને ઝુમકા મળીને કુલ 2 લાખના દાગીના પડાવી લીધા હતા અને પરિણીતાને શારીરિક સંબંધો ચાલુ રાખવા માટે પણ દબાણ કરતો હતો. ધમકીઓથી ત્રસ્ત પરિણીતાએ પોલીસને સંપર્ક કર્યો. જ્યારે પરિણીતાએ મનોજ કદમ સાથે સંબંધ તોડી નાંખવા ઈચ્છ્યા, ત્યારે તેણે સાસરિયાઓને સમગ્ર ઘટના જણાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ધમકીઓથી ત્રસ્ત પરિણીતાએ આખરે હિંમત જમાવી ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે મનોજ કદમ વિરુદ્ધ બળાત્કાર, વિશ્વાસઘાત અને ધમકીના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post