મેલી વિદ્યાથી પતિને મારી નાખવાનું કહી છ મહિના પીંખી: વડોદરામાં પરિણીતાએ મકાન બન્યાની માનતા પૂરી ન કરતા ભુવાના પુત્રએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું

મેલી વિદ્યાથી પતિને મારી નાખવાનું કહી છ મહિના પીંખી:વડોદરામાં પરિણીતાએ મકાન બન્યાની માનતા પૂરી ન કરતા ભુવાના પુત્રએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું
Email :

વડોદરાના શિનોર તાલુકાના માંજરોલ ગામના ભૂવાના પુત્રએ માનતા પૂરી ન કરનાર યુવાન પરિણીતાને પતિને મેલી વિદ્યા કરીને મારી નાખવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગેની ફરિયાદ શિનોર પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના પિતા ભૂવા-જાગરીયાનું કામ કરે છે મળેલી માહિતી પ્રમાણે શિનોર તાલુકાના માંજરોલ ગામમાં જયદીપ કાળુ ઉર્ફે કાંતિ રાવજી પાટણવાડીયા પરિવાર સાથે રહે છે. તેના પિતા રાવજી પાટણવાડીયા ભૂવા-જાગરીયાનું કામ કરે

છે અને અશિક્ષિત-અંધશ્રદ્ધાળુ લોકોને ગેરમાર્ગે દોરી માનતાઓ રખાવે છે. આ ભૂવા-જાગરીયાના કામમાંથી જે આવક મળે છે તેમાંથી ગુજરાન ચલાવે છે. પરિણીતાએ મકાન માટેની માનતા રાખી હતી છ માસ પહેલા એક પરિવારની યુવાન પરિણીતા પોતાનું મકાન બની જાય તે માટે માંજરોલ ગામમાં ભૂવા-જાગરીયાનું કામ કરતા રાવજી પાટણવાડીયા પાસે ગઈ હતી. જ્યાં તેને પોતાનું મકાન બની જાય તે માટે માનતા રાખી હતી. યોગાનુંયોગ મહિલાનું મકાન બની ગયું હતું, પરંતુ તેણીએ માનતા પૂરી કરી ન હતી. ભૂવાનો દીકરો પરિણીતાના ઘર સુધી

પહોંચી ગયો દરમિયાન ભૂવાનો પુત્ર જયદીપ કાળુ ઉર્ફ કાંતિ પાટણવાડીયા 17-11-2024ના રોજ મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને મહિલાને જણાવ્યું હતું કે, તમે હજી સુધી માનતા કેમ પૂરી કરી નથી? ત્યારે મહિલાએ જણાવ્યું કે, મારા સાસુ આવશે ત્યારે તેમની સાથે વાત કરજો. જો કે, મહિલા કંઈક વિચારે તે પહેલા બદઇરાદે આવેલા જયદીપ કાળુ ઉર્ફ કાંતિએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. દુષ્કર્મ આચરી પતિને મારી નાખવાની ધમકી આપી ઘરનો દરવાજો બંધ કરી દીધા બાદ બદઇરાદે આવેલા ભૂવાના પુત્ર જયદીપ

કાળુ ઉર્ફ કાંતિ પાટણવાડીયાએ મહિલાને જણાવ્યું કે, મારે તમારી સાથે પતિ-પત્ની તરીકેના સંબંધ બાંધવા પડશે. જો આમ નહીં કરે તો તારા પતિને જાદુ-ટોણા અને મેલીવિદ્યા કરીને મારી નાખીશ. જોકે મહિલા આરોપીને વશ થઈ ન હતી. પરંતુ ચોક્કસ ઈરાદા સાથે આવેલા ભૂવાના પુત્ર જયદીપ કાળુ ઉર્ફ કાંતિએ બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જો આ બાબતની કોઈને પણ જાણ કરીશ તો તારા પતિને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી જતો રહ્યો હતો. છ માસમાં 8થી 10

વાર દુષ્કર્મ આચર્યું નવેમ્બર, 2024માં બનેલી આ ઘટના બાદ અવારનવાર ભૂવાનો પુત્ર જયદીપ કાળુ ઉર્ફ કાંતિ પાટણવાડીયા મહિલાના ઘરે પહોંચી જતો હતો અને જાદુ-ટોણા અને મેલી વિદ્યા કરીને પતિને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન આરોપીએ 8થી 10 વખત દુષ્કાળમાં આચર્યું હતું. ભૂવાના પુત્રની ધમકી અને તેના અત્યાચારથી ત્રાસી ગયેલી મહિલાએ આખરે શિનોર પોલીસ મથકમાં પીએસઆઇ એમ. એસ. જાડેજાનો સંપર્ક કરીને આરોપી જયદીપ કાળુ ઉર્ફ કાંતિ રાવજી પાટણવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે

ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી શિનોર પોલીસ મથકના પીએસઆઇ એમ. એસ. જાડેજાએ મહિલાની ફરિયાદના આધારે જયદીપ કાળુ ઉર્ફે કાંતિ રાવજી પાટણવાડીયા સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માંજરોલ ગામના ભૂવાના પુત્ર દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી. મળેલી માહિતી પ્રમાણે, શિનોર પોલીસે મહિલાની ફરિયાદના આધારે માંજરોલ ગામના ભૂવાના 35 વર્ષિય પરિણીત પુત્ર જયદીપ કાળુ ઉર્ફે કાંતિ રાવજી પાટણવાડીયાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Related Post