Health: ચહેરા પરની ચરબીથી છો પરેશાન, Fact fat દૂર કરવા અપનાવો Tips

Health: ચહેરા પરની ચરબીથી છો પરેશાન, Fact fat દૂર કરવા અપનાવો Tips
Email :

આજે કેન્સર અને ડાયાબીટિસ બીમારીની જેમ સ્થૂળતા પણ મોટી સમસ્યા બની છે. મોટાભાગના લોકોમાં મેદસ્વીતાનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે. જીવનશૈલીમાં બદલાવ થવાના કારણે અને બેઠાડું જીવન થવાના કારણે સ્થુળતાનું પ્રમાણ વધ્યું છે. કોરોના બાદ લોકો આહાર પ્રત્યે અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. છતાં પણ અનેક લોકો વધતા વજનનો સામનો કરી રહ્યા છે. કેટલાક સ્વસ્થ આહાર લેવા છતાં પોતાના ગોળમટોળ ચહેરાથી પરેશાન છે. ચહેરા પરની ચરબી ઉતારવા તેઓ અનેક મથામણ કરતા હોય છે પરંતુ કોઈ લાભ થતો નથી. આરોગ્ય નિષ્ણાતે ચહેરા પરની ચરબી ઘટાડવાને લઈને કેટલાક ઉપાયોનું સૂચન કર્યું છે.

ચહેરાની ચરબી મોટાભાગે સમગ્ર શરીર પર ચરબી વધારે હોવાના કારણે જમા થાય છે. જ્યારે તમે શરીરનું વજન ઘટાડશો ત્યારે ચહેરા પરની ચરબી પણ ઘટે છે. શરીરની ચરબી ઘટાડવા તમે દૈનિક પ્રવૃત્તિમાં થોડો બદલાવ કરો. તમે દિનચર્યામાં હળવી કસરતો જેવી કે ચાલવું, દોડવું અને સાઇકલ ચલાવવી તેમજ તરવા જેવી પ્રવૃત્તિઓ કરીને ચહેરા પરની ચરબીમાં ઘટાડો કરી શકો છો.

ચહેરા પરની ચરબી ઘટાડવા કરો આ કસરત

આ ઉપરાંત તમે ચહેરાની ચરબી ઘટાડવા મોંમાં હવા ભરવી અને તેને આજુબાજુમાં ફેરવી શકો છો. તેમજ હોઠને અંદર ખેંચી 'ફિશ ફેસ' બનાવો અને 10-15 સેકંડ સુધી રાખો. આ ઉપરાંત તેમજ તમે માથું આજુબાજુ ફેરવો પછી ઉંચે જુઓ અને નીચે તરફ જુવો જેવી બેઠાબેઠા કસરત કરી શકો છો. તમે ચહેરાની આ હળવી કસરત દિવસમાં ત્રણ વખત લગભગ 10 મિનિટ કરશો તો પણ ફેરફાર જોવા મળશે. શરીરમાંથી ઝેરી તત્ત્વો કાઢવા અને ચરબી ઘટાડવા માટે પણ પાણી બહુ જરૂરી છે. એટલે પાણીનું નિયમિત સેવન કરો. ઊંઘનો અભાવ હોર્મોનના સ્તરને ખલેલ પહોંચાડી શકે છે અને તણાવ વધારી શકે છે, જેનાથી ચહેરા પર સોજો આવી શકે છે એટલે દરરોજ રાત્રે 6 થી 7 કલાક સારી ઊંઘ જરૂર લેવી જોઈએ.

ચરબી ઘટાડવા આ કામ કરો બંધ

ચહેરા પર વધેલ ચરબી ઘટાડવા માટે બિનજરૂરી ખોરાકનું સેવન કરવાનું ટાળવું પડશે. તમે દિવસભર વારંવાર નાસ્તો કરવાની આદત હોય તો બદલો. કારણ કે બિનજરૂરી નાસ્તો કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે. તમે જયારે જરૂર હોય ત્યારે જ હળવો ખોરાક લો. સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારા બ્લડ સુગરને સ્થિર રાખે છે. તે ચહેરા પરનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. જો તમે બપોરના સમયમાં સૂઈ જતા હોવા તો તેમ કરવાનું ટાળો. દરરોજ 7-8 કલાક ઊંઘ લેવી ચહેરા પર ચમક રાખવા માટે અને ચરબી નિયંત્રિત રાખવા માટે ખૂબ જરૂરી છે.

Leave a Reply

Related Post