Health: ગરમીમાં શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવા કરો યોગાસન, મળશે ઉત્તમ લાભ

Health: ગરમીમાં શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવા કરો યોગાસન, મળશે ઉત્તમ લાભ
Email :

ઉનાળાની ગરમીમાં આપણે ઠંડક મેળવવા વિવિધ નુસખા અને પ્રયોગ અજમાવતા હોઈએ છીએ. સૂર્યના તાપથી બચવા ઘરની બહાર નીકળીએ ત્યારે માથે કેપ અથવા દુપટ્ટો અને ગોગલ્સ પહેરીએ છીએ. અને ઘર કે ઓફિસ ગરમીના પવનથી બચવા ઠંડક મેળવવા એ.સી. અને કુલરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ તો શરીરને બહારથી ઠંડક રાખવાનો પ્રયાસ કહી શકાય. શરીરને અંદર ઠંડક મેળવવા ઠંડા પીણા ઉપરાંત આ પ્રયોગ જરૂર રાહત આપશે. અને શરીરને ઠંડક મળશે.

યોગ ભગાવે રોગ

હિંદુ સંસ્કૃતિમાં યોગનું મહત્વ છે અને દુનિયામાં પણ લોકો હવે યોગને અપનાવી રહ્યા છે. પરંતુ તમામ યોગ તમામ સ્થિતિમાં અને દરેક ઋતુમાં કરી શકાતા નથી. ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે પરંપરાગત પદ્ધતિ યોગ જરૂર લાભ આપશે. અમે તમને એવા યોગા વિશે માહિતી આપીશું જે ગરમીમાં મગજને શાંત રાખવામાં મદદરૂપ બનશે. ઉનાળામાં કેટલાક યોગાસન અને પ્રાણાયામ વધુ ફાયદાકારક સાબિત થાય છે. આ યોગ ગરમીમાં શરીરનું તાપમાન ઘટાડશે અને આંતરિક ઠંડક મળવાના કારણે મન પણ શાંત થશે.

શરીરને કુદરતી રીતે ઠંડુ રાખતા યોગાસન:

શવાસન (Shavasana / Corpse Pose)

આ આસનમાં મૃત શરીર આડું પડયું હોય તેના પરથી શવાસન નામ આપવામા આવ્યુ છે. આ આસનમાં વિશ્રામની અને આરામની સ્થિતિ હોય છે. આ આસન શરીરમાં ફીલ-ગુડ એન્ડોર્ફિન રિલીઝ કરે છે. જેના કારણે વ્યક્તિ પોતાની ક્ષમતાઓને વધુ સારી રીતે ઓળખતા આત્મવિશ્વાસ વધે છે. દિવસના અંતે 5-10 મિનિટ આ આસન કરવાથી શરીરના તાપમાનને સંતુલિત કરે છે.

મકરાસન (Makarasana / Crocodile Pose)

મકર એટલે મગર. આ આસનમાં શરીરની સ્થિતિ મગર સમાન બનતી હોવાથી તેને મકરાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત મકરાસનને અંગ્રેજી ક્રોકોડાઈલ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરનો અંગો વધુ મજબૂત થવા સાથે મનને શાંત રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં જયારે વધુ થાક અને તણાવ લાગતા હોય ત્યારે આ આસન ખૂબ લાભદાયી બને છે. ખાસ કરીને હાર્ટના દર્દીઓ અને સાંધાની ફરિયાદ કરનાર લોકોને આ આસન કરવાથી જરૂર રાહત મળે છે.

સેતુબંધ આસન (Setu Bandhasana / Bridge Pose)

સેતુબંધ આસનને બ્રિજ પોઝ પણ કહેવાય છે. કારણ કે આસન કરતી વખતે શરીરનો આકાર બ્રિજ સમાન થાય છે. આ આસન કમરના દુઃખાવો, પીઠના દુઃખાવો, અને ખાસ કરીને થાઈરોઈડના દર્દીને રાહત આપે છે. પેટની ચરબી ઘટાડવા માટે સેતુ બંધ આસન ખૂબ જ અસરકારક છે. આ આસન કરવાથી આંતરિક અંગોને ઠંડક મળે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં આ આસન વધુ લાભદાયી સાબિત થાય છે. આ આસન ગરમીમાં હાર્ટ, ફેફસાં અને પેટ સંબંધિત ફરિયાદ કરનારા માટે વધુ લાભદાયી છે.

યોગ કરતા રાખો ધ્યાન

યોગ કરવા માટે સમય મહત્વપૂર્ણ છે. ક્યારે પણ જમ્યા બાદ યોગ કરવામાં આવતો નથી. ખાસ કરીને સવારે કે સાંજના ઠંડકભર્યા વાતાવરણમાં યોગ કરવાથી લાભ થાય છે. યોગ દરમિયાન કોટન અથવા ઢીલા કપડા પહેરો. જેના કારણે તેમને યોગ કરવામાં સરળતા રહે. યોગ પહેલા અને પછીના લગભગ અડધા કલાક પહેલા ગરમ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. જો તમે કોઈ ગંભીર શારીરિક સમસ્યાનો સામનો કરતા હોવ તો (જેમ કે બ્લડ પ્રેશર, હૃદયરોગ વગેરે), તો યોગ ગુરુ અથવા ડોક્ટરની સલાહ મુજબ યોગ કરો.

Leave a Reply

Related Post