Health : જો આ 6 વસ્તુઓ તમે કરી, તો તમારી કિડની ગઈ…!

Health : જો આ 6 વસ્તુઓ તમે કરી, તો તમારી કિડની ગઈ…!
Email :

આપણા શરીરના બહારના ભાગ ઇજા થાય ત્યારે આપણે દવા લગાવી સારવાર કરીએ છીએ. પરંતુ શરીરની અંદરના અવયવો પર થતા નુકસાનને લઈને આપણે વધુ સતર્ક નથી. આજે લોકોમાં ખાનપાન અને દીનચર્યાને લઈને મોટા બદલાવના કારણે શરીરની અંદરના ભાગ એટલે કે ફેફસા, હૃદય અને કિડની સંબંધિત બીમારીમાં વધારો થયો છે. શરીરની અંદરના અવયવોને સ્વસ્થ રાખવા આપણે ઘણા બેદરકાર બન્યા છીએ. આપણી કેટલીક આદતોના કારણે જ હાર્ટએટેક અને કિડનીને લગતા ગંભીર રોગનો શિકાર થઈએ છીએ. લોકોને ખબર નથી કે તેમની કેટલીક આદતો તેમના શરીરના આ મહત્વના અંગોને વધુ નુકસાન પંહોચાડે છે. 

તમારી દિનચર્યામાં જો તમે આ આદતો અપનાવતા હશો તો નિશ્ચિતપણે તમારી કિડની પર અસર થશે. આ આદતો તમારી કિડનીને fail કરશે. આજે અમે તમને તમારી આ સામાન્ય આદતો વિશે જણાવીશું જે કિડની પર ગંભીર અસર કરે છે.

પાણી પીવામાં ઉદાસીનતા: આજે લોકો એટલા વ્યસ્ત બન્યા છે કે જરૂરી એવું પાણી પીવાનું પણ તેમને યાદ આવતું નથી. લગભગ તમામ લોકોને માહિતી છે કે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ છતાં પણ લોકો દિવસભર પાણી પીવાનું ભૂલી જાય છે. શરીરને ડિટોક્સિફાય કરવા માટે પૂરતી માત્રામાં પાણીનું પ્રમાણ હોવું જરૂરી છે. ઓછું પાણી પીવાના કારણે કિડની પર અસર થાય છે કેટલાક સંજોગોમાં કિડની બદલવી પડે તેવું પણ જોવા મળ્યું છે. માટે દિવસદરમિયાન અંદાજે ઓછામાં ઓછું 10 ગ્લાસ જેટલું પાણી પીવાની આદત પાડો.

ભોજનની ઉપર મીઠું લેવાની આદત: મીઠામાં સોડિયમ હોય છે, જે શરીરમાં પાણી જાળવી રાખે છે. ઘણા લોકો ભોજનમાં ઉપરથી મીઠું લેવાની આદત હોય છે. કાચુ મીઠું શરીરને નુકસાન કરે છે. કાચુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે અને તેનાથી કિડની પર દબાણ આવે છે . તમારા આહારમાં મીઠાનું પ્રમાણ મર્યાદિત કરવાનો પ્રયાસ કરો.

ખાંડનું વધુ પડતું સેવન : ખાંડના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ થઈ શકે છે અને ડાયાબિટીસ કિડનીનો સૌથી મોટો દુશ્મન છે. જો તમારી બ્લડ સુગર નિયંત્રણમાં ન હોય, તો તમારી કિડની ધીમે ધીમે ખરાબ થવા લાગશે. મીઠાઈઓ, ઠંડા પીણાં, મીઠા બિસ્કિટ અને મીઠાઈઓથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

પેશાબ રોકી રાખવાની આદત: કેટલાક લોકો કામમાં વ્યસ્ત રહેવાને કારણે અથવા આળસને કારણે પેશાબ રોકી રાખે છે. પેશાબ રોકી રાખવાથી પાણીનો ભરાવો થાય છે અને આ પાણીમાં રહેલ બેકટેરિયા કિડની પર અસર કરે છે. પેશાબ રોકવાની આદત કિડનીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તમને દરરોજ વારંવાર પેશાબ રોકી રાખતા હોવા તો આ આદત જલદી બદલો. પેશાબ રોકવાથી નળીઓનો વિસ્તાર ચેપ (UTI) થઈ શકે છે અને કિડની ચેપ પણ વધી શકે છે. તેથી, ક્યારેય પેશાબ રોકી રાખવાની આદત ન બનાવો. 

દારુનું વ્યસન : આજે મહિલાઓમાં પણ ધૂમ્રપાન અને દારૂનું વ્યસન વધ્યું છે. પુરુષ હોય કે મહિલાઓ દારુ અને ધ્રુમપાન કરવું કિડની માટે જોખમરૂપ સાબિત થાય છે. ધૂમ્રપાન શરીરમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે, જેના કારણે કિડનીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો નથી. ઓકિસજનના અભાવે કિડની પર દબાણ વધે છે તો બીજી  બાજુ, આલ્કોહોલનું વધુ પડતું સેવન શરીરમાં ઝેરી તત્વો વધારે છે અને કિડનીને તેમને દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. લાંબા ગાળે, આનાથી કિડનીને નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Related Post