Health : માસિક ધર્મમાં નબળાઈ લાગે તો ઉર્જાવાન રહેવા Try કરો Trick

Health : માસિક ધર્મમાં નબળાઈ લાગે તો ઉર્જાવાન રહેવા Try કરો Trick
Email :

યુવતીઓ માટે માસિક ધર્મનો સમય વધુ પીડાદાયક હોય છે. માસિક ધર્મ પૂરો થાય ત્યારે તેઓ રાહતનો શ્વાસ લે છે. માસિક ધર્મના સમયગાળામાં યુવતીઓ થાક અને નબળાઈનો અનુભવ કરે છે. કોલેજ જતી યુવતીઓ આજે અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હોય છે તેમજ ઓફિસમાં કામ કરતી યુવતીઓ પણ વધુ કાર્યભારના લીધે માસિકધર્મ વખતે કેટલીક વખત વધુ પીડાના કારણે ઉર્જાવાન રહેવા દવાનો સહારો લેતી હોય છે. કેટલાક કિસ્સામાં

માસિક ધર્મ પછી પણ શરીરમાં થાક અને નબળાઈ રહેતા હોય છે. આ સમયમાં એવું લાગે છે કે કોઈએ શરીરમાંથી ઉર્જાનો સ્ત્રોત ખેંચી લીધો હોય. આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગે યુવતીઓને 3 થી 5 દિવસ સુધી રક્તસ્ત્રાવ રહેતો હોય છે .એટલે શરીરમાં નબળાઈના કારણે કોઈ કામમાં તેમનું મન લાગતું નથી.

માસિક ધર્મ પૂર્ણ થયા પછી થાક લાગવો સામાન્ય છે. કેટલાક ઉપાયો અપનાવીને તમે આમાંથી રાહત મેળવી શકો છો.

તમારા માસિક ધર્મ વખતે હાઇડ્રેશનનું સંપૂર્ણ ધ્યાન રાખો. પીરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ થવાના કારણે શરીરમાં પાણીની ખોટ થાય છે, ખાસ કરીને જે યુવતીઓને ભારે પ્રવાહ રહેતો હોય તેઓ અનેક વખત ડિહાઇડ્રેશનને કારણે, થાક અને નબળાઇ અનિવાર્ય છે. આવી સ્થિતિમાં, તમે શરીરને ઉર્જા આપે તેવા પીણાંનું સેવન કરી શકો છો. નારિયેળ પાણી , લીંબુ પાણી અને કેરી ફૂદીનાનો રસનું સેવન કરવાથી ગરમીના દિવસોમાં પણ ઉર્જા જળવાઈ રહેશે.

વિટામિનથી ભરપૂર ખાદ્યપદાર્થનું કરો સેવન

માસિક સ્રાવ દરમિયાન રક્તસ્ત્રાવ થવાથી લોહીની ખોટ થાય છે. આનાથી શરીરમાં નબળાઈ પણ આવે છે. લોહીની અછતને કારણે, તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે. શરીરમાંથી રક્તનું પ્રમાણ ઘટતા આવી સ્થિતિમાં તમારે લોહી બનાવે તેવા શાકભાજી અને ફળોને પોતાના આહારમાં સામેલ કરવા જોઈએ. તમે માસિક ધર્મ વખતે અને થોડા દિવસ બાદ પોતાની દિનચર્યામાં પાલકનું શાક ખાઈ શકો છો અને સૂપ પી શકો છો. આ ઉપરાંત દાડમ, મસૂર, લાલ માંસ અને વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કરવાથી તમારે દવા લેવાની જરૂર નહી પડે. 

વારંવાર દુઃખાવો થતો હોય તો ડોકટરનો સંપર્ક કરો

પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો દર મહિને થતો હોય તો તમારે આ બાબતે ડોકટ્રનો સંપર્ક કરવો. રક્તનો પ્રવાહ ભારે હોવાના કારણે તમે યોગ્ય રીતે ઉંઘી પણ શકતા નથી અને એટલે પૂરતી ઉંઘના મળવાના કારણે તમને વધુ થાકનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં, તમારા માસિક ધર્મના સમયગાળામાં 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ મળે માટે તમારા રક્ત પ્રવાહ મુજબ પેડનો ઉપયોગ કરી શકો છો જેના કારણે તમે વધુ કલાક સુધી ઉંઘ લઈ શકો છો.

મનગમતી પ્રવૃત્તિ કરો

ખજૂર, અખરોટ, બદામ વગેરે જેવા ફળોને તમારા આહારનો ભાગ બનાવો. તેમાં સ્વસ્થ ચરબી અને કુદરતી શર્કરા હોય છે જે તમને ઉર્જાવાન અનુભવ કરાવે છે. માનસિક તંદુરસ્તી માટે, દરરોજ ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ ધ્યાન અથવા ઊંડા શ્વાસ લો. આનાથી મૂડ સુધરે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે.  માસિક ધર્મના સમયગાળામાં ઉર્જાવાન રહેવા તમે ખાનપાનની આદત સાથે મનપસંદ પ્રવૃત્તિ કરો. સંગીત સાંભળવાથી પણ તમને માનસિક અને શારીરિક રાહત મળી શકે છે અને તમે બીજા દિવસે ઉર્જાનો અનુભવ કરી શકો છો. 

Leave a Reply

Related Post