Health: મગજ તુંદરસ્ત તો શરીર સ્વસ્થ, Brainને નુકસાન કરતી બદલો આ આદતો

Health: મગજ તુંદરસ્ત તો શરીર સ્વસ્થ, Brainને નુકસાન કરતી બદલો આ આદતો
Email :

આજે ટેકનોલોજીનો જમાનો છે. દિવસેને દિવસે કંઈક નવી શોધ સામે આવી રહી છે. કોઈપણ શોધ ત્યારે જ શક્ય બને જ્યારે માણસનું મગજ અને શરીર બંને તંદુરસ્ત હોય. મગજ (Brain) તંદુરસ્ત રાખવા મોટાભાગે બદામનું સેવન કરવાનું લોકોમાં સામાન્ય સમજ છે. શરીરની સાથે મગજ (Brain) પણ સ્વસ્થ હોય તો જ કાર્યમાં સફળતા મળે છે. પરંતુ આપણી કેટલીક આદતો મગજ (Brain) માટે નુકસાનકારક સાબિત થાય છે.  ઘણી વખત આપણે અજાણતાં દરરોજ એવા કામો કરીએ છીએ. જે લાંબા ગાળે આપણા મગજ (Brain)ને નુકસાન પહોંચાડે છે. શરીરના અન્ય ભાગની જેમ મગજને પણ સ્વસ્થ રાખવાનું હોય છે. 

શરીરને તંદુરસ્ત રાખવા આપણે પૌષ્ટિક ખોરાક લઈ છીએ તેમજ જરૂરિયાત મુજબ કસરત પણ કરતા હોઈએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે શરીરની જેમ મગજ (Brain)ને પણ પોષણની જરૂર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો મગજને હંમેશા સક્રિયા રાખવાના બદલે થોડો માનસિક આરામ પણ આપવો જોઈએ. મગજને પોષણ મળી રહી માટે આપણે રોજિંદી કેટલીક આદતોને બદલવી જોઈએ. મગજના સ્વાસ્થ્યને નુકસાન કરતા આ આદતોને ઓળખો અને જલદી બદલો. જાણો આ બાબતો ધીમે ધીમે તમારા મગજને નુકસાન પહોંચાડી રહી છે.

મગજના સ્વાસ્થ્ય માટે વાતચીત જરૂરી

આપણું મગજ પણ એક સ્નાયુ જેવું છે, જેને કસરતની જરૂર છે. જે તેને શક્તિ આપે છે. ઘણા લોકો વાત કરવાનું જરૂરી માનતા નથી, પરંતુ આ એક સ્વસ્થ આદત છે જે તમારા મગજ માટે કસરતનું કામ કરે છે. બોલવાથી મગજની કાર્ય કરવાની ક્ષમતા વધે છે કારણ કે બોલતી વખતે તે સૂચનાઓ લેવાનું અને આપવાનું કામ વધુ ઝડપથી કરે છે. એવું કહેવાય છે કે આપણી કોઈ ઇચ્છા હોય તે વારંવાર બોલવાથી આખરે હકીકતમાં પરિવર્તિત થાય છે. તેમજ લોકો સાથે વાતચીત કરતાં તમને નવી માહિતી મળી છે અને તમારો વિકાસ થાય છે.  તેથી, આપણે સ્વસ્થ મગજ માટે વાતો કરતા રહેવું જોઈએ.

સવારની હવાનો શાંતપૂર્ણ અનુભવ કરો

સવારે ઉઠ્યા પછી મોટાભાગના લોકોને મોબાઈલમાં સ્ક્રોલિંગ કરવાની આદત હોય છે. કંઈપણ જરૂર ના હોય છતાં સવારે ઉઠતાં જ અને રાત્રે સૂતી વખતે મોબાઈલ જોવાની લોકોને ખરાબ આદત પડી છે. જેના કારણે તમારું મગજ કાર્ય કરવાના બદલે બીજા કામમાં અટવાઈ જશે. શક્ય બને ત્યાં સુધી સવાર તાજી હવાને પોતાના શ્વાસમાં લો એટલે કે ઘરની બહાર અગાશીમાં ઉભા રહે સવારની ઠંડી હવામાં ઉભા રહી ઊંડા શ્વાસ લો. આમ કરવાથી તમારું મન વધુ શાંત થશે અને મગજને તાજી હવા મળતા વધુ આનંદનો અનુભવ કરશો. આ ઉપરાંત તમે સવારે યોગ, ધ્યાન જેવા કાર્ય કરી મગજને સ્વસ્થ રાખી શકો છો. 

આહાર બદલવાથી મગજ સક્રિય થશે

આજે લોકોમા પીઝા, બર્ગર જેવી જંક ફૂડ વસ્તુઓ ખાવાનો ક્રેઝ વધ્યો છે. આવી વસ્તુઓમાં મેંદાનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા શરીરમાં ફેટ જમા કરે છે. અને શરીરમાં ફેટ જમાં થતા મગજની નસો પર પણ આ ફેટની અસર લાંબે ગાળે જોવા મળે છે.  શકય બને ત્યાં સુધી આવી વસ્તુઓનું સેવન ઘટાડો. મેંદામાંથી બનેલ વસ્તુઓનું સેવન આંતરડાના સ્વાસ્થ્યને પણ બગાડે છે. જેની સીધી અસર મગજ પર પડે છે. જો તમે તમારા મનને તાજું અને સક્રિય રાખવા માંગતા હો, તો જંક ફૂડ ખાવાના બદલે પોતાના દૈનિક આહારમાં તાજા લીલા શાકભાજી અને ફળો ખાવાનું શરૂ કરો.

પુસ્તક વાંચનથી મળશે મદદ

શરીરની જેમ મનને પણ કસરતની જરૂર છે. જેમાં તે નવી માહિતી આપી શકે છે, તેને યાદ રાખી શકે છે અને રજૂ કરી શકે છે. મગજને વધુ ગતિશિલ બનાવવા મોબાઈલના બદલે પુસ્તકનું વાંચન શરૂ કરો. કારણ કે મોબાઈલ અથવા વધુ પડતું ટીવી જોવાના કારણે તમારી રચનાત્મકતા ઘટશે. પરંતુ પુસ્તકના વાંચનથી તમારી વિચારશક્તિ વધશે અને સાથે તમારી રચનાત્મકશક્તિ પણ વધશે. પુસ્તકનું વાંચન તમારી સ્મરણ શક્તિની સાથે રચનાત્મક શક્તિમાં પણ વધારો કરે છે. આજના સ્પર્ધાત્મક સમયમાં  તમે તમારા મગજને સક્રિય રાખવા માંગતા હો તો આ તમામ આદતો સત્વરે બદલો. 

Leave a Reply

Related Post