Health: બાળકોમાં વધ્યું Energy Drinksનું સેવન, Kidney માટે બની શકે જોખમ, જાણો..

Health: બાળકોમાં વધ્યું Energy Drinksનું સેવન, Kidney માટે બની શકે જોખમ, જાણો..
Email :

બાળકોમાં ફિલ્મ જોવા તેમજ મિત્રો સાથે હરવા-ફરવા અને પાર્ટીઓમાં Energy Drinksનું સેવન કરવું એક ફેશન બની ગઈ છે. બાળકોમાં આજકાલ ઠંડાપીણાં અને એનર્જી ડ્રિંકસનું સેવન કરવાનો ક્રેઝ વધ્યો છે. Energy Drinks એ થોડા સમય માટે આનંદ જરૂર આપે છે. પરંતુ શોખ માટે પીવાતા Energy Drinks બાળકોના સ્વાસ્થય માટે વધુ નુકસાનકારક બની શકે છે. આરોગ્ય નિષ્ણાતે પણ Energy Drinksને બાળકો માટે જોખમકારક કહ્યા છે.

બાળકો વધુ સ્માર્ટ બન્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લીધે આજના બાળકો વધુ સ્માર્ટ બન્યા છે. બાળકો દરેક મામલે પોતાને વધુ સ્માર્ટ બતાવવા માગે છે અને એટલે જ ટ્રેન્ડને ફોલો કરે છે. અને એટલે આજકાલના બાળકોમાં એનર્જી ડ્રિંક્સનું સેવન વધ્યું છે. પરંતુ તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પીણાં બાળકોની કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, તે હૃદય રોગ, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર અને ઊંઘની સમસ્યાઓ જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

આરોગ્ય નિષ્ણાતના મતે એનર્જી ડ્રિંક્સ બાળકો માટે ઘણાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. બાળકોમાં વધતું એનર્જી ડ્રિંકસનું સેવન કઈ રીતે નુકસાન કારક બને છે તે સમજીએ.

Energy Drinksમાં ભારે માત્રામાં કેફીન હોય છે, જે બાળકોના હૃદયના ધબકારા વધારી શકે છે, ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને ચિંતાના લક્ષણો વધારી શકે છે.

આજકાલ મોટાભાગના Energy Drinksમાં સુગરનું લેવલ વધુ માત્રામાં હોય છે. જેના કારણે બાળકોમાં વજન વધવા તેમજ દાંત ખરાબ થવા જેવી સમસ્યાની સંભાવના વધે છે.

Energy Drinksમાં સુગરની માત્રા વધુ હોવાથી જો બાળકો નિયમિત તેનું સેવન કરતા હોય તા લાંબાગાળે તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.
કેટલાંય Energy Drinks ડ્રિંક્સમાં જેવા ટૌરીન અને ગુઆરાના જેવા ઉતેજક પદાર્થો રહેલા છે. જેના કારણે એનર્જી ડ્રિંકસનું સેવન બાળકોના વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. શારીરિક અને માનસિક વિકાસ પામી રહેલા બાળકો માટે આવા પદાર્થો લાંબા ગાળે મગજ અને હોર્મોનલ સિસ્ટમને અસર કરી શકે છે.

બાળકો શરૂઆતમા શોખ ખાતર એનર્જી ડ્રિંકસનું સેવન કરતા હોય છે ત્યારપછી તેનું એડિક્શન થવા લાગે છે. એનર્જી ડ્રિંક્સમાં ઘણા તત્વો હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધારી શકે છે. અને એટલે હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડનીને નુકસાન થવાની સંભાવનાને વધારે છે.

એનર્જી ડ્રિંક્સ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને તેનું એક મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. આ પીણાંમાં ઘણીવાર કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે શરીરમાં પેશાબ વધુ ઉત્પન્ન થાય છે. આ કારણે બાળકોને વારંવાર બાથરૂમ જવું પડે છે અને તેમના શરીરમાંથી જરૂરી પ્રવાહી દૂર થાય છે.
એનર્જી ડ્રિંક્સ કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. એનર્જી ડ્રિંક્સમાં કેફીન, સોડિયમ અને ફોસ્ફોરિક એસિડ તેમજ ખાંડ ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. આ શરીરમાં એવા તત્વોના નિર્માણમાં મદદ કરે છે જે કિડનીમાં પથરી બનાવી શકે છે.

આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય

આરોગ્ય નિષ્ણાતના મતે બાળકો અને કિશોરોએ એનર્જી ડ્રિંક્સના નિયમિત સેવનથી દૂર રહેવું જોઈએ. કારણ કે બાળકો ક્રમશઃ શારીરિક રીતે અને માનસિક રીતે વિકાસ પામતા હોય છે. બાળકોની કિડની હજુ સંપૂર્ણ રીતે વિકસિત થઈ નથી. તેવી સ્થિતિમાં એનર્જી ડ્રિંકસનું સેવન કરવાનો શોખ એક એડિકશન બની જતા તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા સર્જે છે. બાળકો શારીરિક પ્રવૃત્તિ વધુ કરતા હોય છે તેમજ ફૂટબોલ અને ક્રિકેટ તેમજ કિશોરો જીમમાં જતા હોવાના કારણે વધુ પડતા એનર્જી ડ્રિંક્સનું સેવન બાળકોની કિડનીને નુકસાન કરી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post