Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ

Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
Email :

ફિટ અને હેલ્ધી રહેવા પોષક તત્વોથી ભરપૂર ડાયટ લેવુ જરૂરી છે. સ્વાદ માટે નહી પણ સ્વાસ્થ્ય માટે સારુ હોય તેવો ખોરાક ખાવો જોઇએ. જેનાથી શરીરમાં દરેક વિટમિન્સ મળી રહે. ત્યારે વાત કરીએ ડ્રાય ફ્રૂટની તો. કાજુ બદામ, દ્રાક્ષ વગેરે ડ્રાય ફ્રૂટ ખાવા હેલ્ધી છે. પરંતુ શું તમે ખારેક એટલે કે સૂકી ખજૂર ના ફાયદા વિશે જાણો છો ? ડ્રાયફ્રૂટમાં ખારેક વિટામિન્સ અને મિનરલથી ભરપૂર હોય છે. ત્યારે આવો જાણીએ સૂકી ખારેક કેવી રીતે ખાવી જેથી શરીરને શક્તિ મળે.

ખારેકનુ દૂધ

ખારેક વાળુ દૂધ બનાવવા માટે 4 ખારેકને ઝીણી સમારી લો. એક ગ્લાસ દૂધને ગરમ કરવા મૂકો તેમાં આ ખારેકના ટુકડા નાંખો.. હવે તેને સારી રીતે ઉકાળો. દૂધને ખારેકની સાથે ચાવીને પી જાઓ. જેનાથી શરીરને શક્તિ મળશે અને આયરનની ઉણપ દૂર થશે.

ખારેકની ખીર

જો તમને દૂધમાં પલાળેલી ખારેક પસંદ નથી તો તમે ખીર પણ બનાવી શકો છો. ખીર બનાવવા માટે તમારે 5-6 ખારેક લેવાની. તેના ઠળિયા કાઢી નાંખવાના. . તેના ટુકડા કરી લો. હવે 2 કપ દૂધ લો તેમાં મખાના પાવડર નાંખીને દૂધ ઉકાળો. હવે. તેમાં ખારેકના ટુકડા નાંખો. ઇચ્છો તો તેમાં ખાંડ કે મધ પણ નાંખી શકો છો. રોજે સવારે આ પ્રકારે ખારેક ખાવાથી શરીરમાં શક્તિ મળે છે.

ખારેકની ચટણી

ખારેકની ચટણી ખાવામાં ઘણી ટેસ્ટી લાગે છે. તેને બનાવવી પણ સરળ છે. જો તમે 5-6 ખારેકને ગરમ પાણીમાં પલાળી રાખો. જે બાદ તેનો ઠળિયો કાઢીને ફેંકી દો. તેમાં હવે સિંધવ મીઠુ, લાલ મરચુ અને કોથમીર નાંખીને ગ્રાઇન્ડ કરી લો. હવે તૈયાર થઇ ગઇ છે હેલ્ધી અને સુપર ટેસ્ટી ખારેકની ચટણી. જેને તમે કોઇ પણ વસ્તુઓ સાથે ખાઇ શકો છો. 

Leave a Reply

Related Post