Health : પીરિયડસમાં Dark chocolateનું સેવન ફાયદાકારક કે નુકસાનકારક, Expert Opinion

Health : પીરિયડસમાં Dark chocolateનું સેવન ફાયદાકારક કે નુકસાનકારક, Expert Opinion
Email :

મહિલાઓ પીરિયડમાં થતો દુઃખાવાને સામાન્ય માને છે. જયારે આજની યુવતીઓ અને ટીનએજર ગર્લ માટે પીરિયડમાં થતા દુઃખાવાને સહન કરી શકતા નથી. માસિક ધર્મ દરમિયાન પેટ, કમર અને પગમાં દુઃખાવો થતા હોય છે. અને એટલે જ આ સમયમાં મોટાભાગે યુવતીઓ અને ટીનએજ ગર્લના સ્વભાવમાં બદલાવ આવે છે. પીરિયડમાં દુઃખાવો અસહય બનતા તેઓ દવા અને સપ્લિમેન્ટસની મદદ લે છે.

યુવતીઓમાં વધ્યું ડાર્ક ચોકલેટનું સેવન

આજકાલ યુવતીઓ પીરિયડમાં થતો દુઃખાવો સહન ના થતા રાહત મેળવવા પોતાના આહારમાં ચોકલેટ, ખાસ કરીને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું છે. પીરિયડમાં અનેક વખત બળતરા થવી તેમજ સ્નાયુમાં ખેંચાણનો અનુભવ થાય છે. જેને લઈને યુવતીઓનું માનવું છે કે ડાર્ક ચોકલેટના સેવનથી તેમને આ દુઃખાવામાંથી રાહત મળશે. શું આ ચોકલેટ ખાવાનું નવું બહાનું છે કે પછી હકીકત. યુવતીઓની આ માન્યતા સાચી છે કે ખોટી તેને લઈને આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવામાં આવી. 

આરોગ્ય નિષ્ણાતે ડો.મીશા દવેએ સલાહ આપી કે આજની જનરેશન ખરેખર વધુ બુદ્ધિશાળી છે. પીરિયડમાં ડાર્ક ચોકલેટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે સાચું છે. જાણો કેવી રીતે ડાર્ક ચોકલેટ પીરિયડમાં રાહત આપે છે.

આરોગ્ય નિષ્ણાતની સલાહ

આરોગ્ય નિષ્ણાત ડો.મીશા દવેએ સમજાવ્યું કે, ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે પીરિયડ્સ દરમિયાન ખેંચાણ/ઉબકા અથવા અગવડતા ઘટાડવામાં મદદ કરે છે. તે મૂડ સુધારવામાં પણ મદદ કરે છે, જેની મગજ પર સકારાત્મક અસર પડે છે. તે માસિક સ્રાવ પહેલાના સિન્ડ્રોમ/પીએમએસ (મૂડ સ્વિંગ, વારંવાર ખાવાની ઇચ્છા, થાક, ચીડિયાપણું અને માસિક સ્રાવ પહેલા હતાશા દ્વારા વર્ગીકૃત થયેલ સમસ્યા) માં ખૂબ મદદરૂપ છે.

ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે જે સ્નાયુઓના તણાવને ઘટાડવામાં મદદ કરે છે, તેથી પીરિયડ્સ દરમિયાન ખેંચાણ પણ ઓછા અનુભવાય છે.

મેગ્નેશિયમ તમારા સેરોટોનિનનું સ્તર પણ વધારે છે જે તમને ખૂબ ખુશ અને શાંત અનુભવ કરાવે છે.

ડાર્ક ચોકલેટ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે પીરિયડ્સ દરમિયાન થતી બળતરા અને કોઈપણ પ્રકારની અગવડતાને ઘટાડવામાં મદદ કરે છે.

કેટલા પ્રમાણમાં ડાર્ક ચોકલેટનું કરવું સેવન

આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે ડાર્ક ચોકલેટ કોઈપણ બ્રાન્ડની ખાઈ શકાય છે. જો ડાર્ક ચોકલેટમાં કોકોનું પ્રમાણ વધુ હોય તો તમે બે કે ત્રણ ટુકડા લઈ શકો છો. ડાર્ક ચોકલેટમાં રહેલા ફ્લેવોનોઈડ્સ મગજ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે પરંતુ જો વધુ પ્રમાણમાં ડાર્ક ચોકલેટનું સેવન કરો તો તેનાથી વિપરીત અસર પણ થઈ શકે છે. શક્ય બને ત્યાં સુધી પીરિયડ દરમિયાન દિવસમાં એક વખત ડાર્ક ચોકલેટનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ રહેશે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post