Health : આલ્કોહોલ જ નહીં આ પીણાંનું સેવન Liver માટે વધુ જોખમી

Health : આલ્કોહોલ જ નહીં આ પીણાંનું સેવન Liver માટે વધુ જોખમી
Email :

આજકાલ લોકોમાં લીવર સંબંધિત સમસ્યાને લઈને ફરિયાદ જોવા મળે છે. લોકોમાં લીવર સંબંધિત સમસ્યા વધવાનું કારણ ખોટી ખાવાની આદતો અને જીવનશૈલી છે. જોકે, જો શરૂઆતના તબક્કામાં નોન-આલ્કોહોલિક ફેટી લીવર સમસ્યા સામે તો યોગ્ય જીવનશૈલી અને આહાર સંતુલિત કરી ઉપચાર કરી શકાય છે. લીવરને સૌથી વધુ નુકસાન હાલમાં યુવાનો દ્વારા લેવામાં આવતા આ 3 પીણાં છે.  યુવાનો દ્વારા તેનું સતત સેવન કરવામાં આવે છે જેના કારણે લીવરને નુકસાન પહોંચે છે અને આગળ જતા લીવર સિરોસિસ જેવા ગંભીર રોગ પણ થવાનુ જોખમ વધે છે. 

સોફ્ટ ડ્રિંક્સ

આજના યુવાનોમાં સોફ્ટ ડ્રિંકસ લેવાનું ચલણ વધ્યું છે. યુવાનો કોઈપણ સમયે અને કોઈ પણ સ્થાન પર તેમજ કોઈપણ નાસ્તા કે ખોરાક સાથે તેનું સેવન કરવા લાગ્યા છે. આ સોફ્ટ ડ્રિંક્સ કોર્ન સીરપ, રિફાઇન્ડ ખાંડ અને ઉચ્ચ ફ્રુક્ટોઝથી ભરપૂર છે. આટલી વધુ માત્રામાં ખાંડ પીવાથી લીવરને તેની પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે અને આ વધારાની ખાંડ ચરબીમાં રૂપાંતરિત થાય છે. આ ચરબી ધીમે ધીમે લીવરના કોષોમાં જમા થાય છે અને ફેટી લીવર બને છે. જ્યારે એ જ સોફ્ટ ડ્રિંક લીવરમાં સોજો લાવીને સિરોસિસ જેવા ગંભીર રોગમાં પરિવર્તિત થાય છે. તેથી જો તમે દરરોજ ઘણી બધી ખાંડવાળા સોડા ડ્રિંક્સ પીતા હોવ તો ખતરનાક લીવર રોગ થવાનું જોખમ સૌથી વધુ રહે છે.

એનર્જી ડ્રિંકસ

બજારમાં છેલ્લા કેટલાક સમયમાં એનર્જી ડ્રિંક્સનું મોટા પાયે વેચાણ થવા લાગ્યું છે. સ્પોર્ટસ પર્સન આ પીણાંનુ સેવન કરતા હોવાથી લોકો પણ હવે પોતાની ઉર્જા વધારવા આ પીણાંનું સેવન કરવાને સ્વસ્થ માનવા લાગ્યા છે.  આ એનર્જી ડ્રિંક્સમાં ખાંડ અને કૃત્રિમ ગળપણનું પ્રમાણ વધુ હોય છે. તેમાં કેફીન અને ટૌરિન પણ હોય છે. આ સ્પોર્ટ્સ અને એનર્જી ડ્રિંક્સ પીવાએ સોફ્ટ ડ્રિંક્સ પીવા જેટલું જ નુકસાનકારક છે. ડોક્ટરની સલાહ વગર કયારે પણ જાતે એનર્જી ડ્રિંકસનું સેવન ના કરવું જોઈએ.

બોબા ટી

યુવાનોને હંમેશા કંઈક નવું કરવું ગમતું હોય છે. અગાઉ લોકોમાં કોલ્ડ કોફીનો ક્રેઝ હતો અને હાલમાં યુવાનોમાં ફેન્સી રેસ્ટોરાંમાં જવું અને બોબા ટી જેવા પીણાં પીવાનું વધ્યું છે.  બોબા ટી તમારા લીવર પર ગંભીર અસર કરે છે. જો તમે લાંબા સમયથી સતત બોબા ટી પી રહ્યા છો તો તે તમારા લીવર પર દબાણ વધારશે. બોબા ટી ક્રીમી સ્વાદવાળી, ચ્યુઇ ટેપી ઓકા મોતી અને મીઠી બોબા અથવા બબલ ટીમાં 50 ગ્રામથી વધુ ખાંડ હોય છે. જે કોઈપણ પુખ્ત વ્યક્તિના દૈનિક વપરાશ કરતાં વધુ છે. અને ટેપીઓકા મોતી પણ સ્ટાર્ચમાંથી બનેલા હોય છે, જે શરીરમાં પ્રવેશતાની સાથે જ ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે જો ફેટી લીવર જેવી બીમારીમાં બોબા ચા સતત પીવામાં આવે તો થોડા સમયમાં લીવર સિરોસિસ થવાની શક્યતા છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.  

Leave a Reply

Related Post