Health: સવારે ખાલી પેટે ફળ ખાવા જોઇએ કે નહી? જાણો સાચી રીત

Health: સવારે ખાલી પેટે ફળ ખાવા જોઇએ કે નહી? જાણો સાચી રીત
Email :

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. 9 દિવસ માતાજીની આરાધના અને અનુષ્ઠાન કરે છે. એક ટાઇમ જમે છે અથવા તો ફરાળ કરીને નવરાત્રિ કરે છે. ઘણા લોકો સવારે ઉઠીને ફળ ખાઇને દિવસની શરૂઆત કરે છે. કારણ કે ફળોમાં વિટામિન, ખનીજો અને ફાઇબર ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટે ફળો ખાવા યોગ્ય છે કે નહીં? આવો જાણીએ.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?

 ડાયેટિશિયન એક્સપર્ટના જણાવ્યાનુસાર સવારે ઉઠીને સૌથી પહેલા ફળો ખાવાથી ઘણા ફાયદા થાય છે તેવુ લોકોનુ માનવુ છે પરંતુ તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. કેટલાક લોકોએ ખાલી પેટે ફળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ફળોમાં કુદરતી શર્કરા હોય છે જે બ્લડ સુગર વધારી શકે છે. જેના કારણે વ્યક્તિ ગ્લુકોઝના સ્તરમાં ફેરફાર, થાક અને વધુ ભૂખનો અનુભવ કરે છે.

ફળો ખાવાની સાચી રીત

 ડાયેટિશિયન એક્સપર્ટ જણાવે છે કે બદામ અને શિડ્સ જેવી સ્વસ્થ ચરબી અને પ્રોટીનથી ભરપૂર ખોરાક સાથે ફળ ખાવાથી ઉપર જણાવેલી અસરો ઓછી થાય છે અને ખાંડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. આ તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

જ્યારે ભોજનની વચ્ચે ફળો ખાવામાં આવે છે, ત્યારે તે પાછળથી ઉર્જાનો વપરાશ ઘટાડે છે અને તમારી તૃષ્ણાઓ પણ વધારી શકે છે. આ ઉપરાંત, ફળોને રસ તરીકે ખાવાને બદલે આખા ફળો તરીકે ખાવા જોઈએ જેથી તમારા શરીરને તેમાં રહેલા ફાઇબર અને પોષક તત્વો મળી શકે.

 (Disclaimer: અહીં આપેલી માહિતી જે તે નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી છે સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતુ નથી) 

Leave a Reply

Related Post