Health : ડાયાબિટીસનું જોખમ ઘટાડવા દૈનિક આહારમાંથી આ પીણાંનું સેવન કરો બંધ

Health : ડાયાબિટીસનું જોખમ ઘટાડવા દૈનિક આહારમાંથી આ પીણાંનું સેવન કરો બંધ
Email :

આજકાલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. ડાયાબિટીસ એ કેન્સર જેવી ગંભીર બીમારી છે. સામાન્ય રીતે લોકોમાં માન્યતા છે કે દારુનું વ્યનસ કરનારાને જ કેન્સર થાય છે તેમ જે લોકો બહુ ગળ્યું ખાત હોય તેમને જ ડાયાબિટીસની બીમારી થાય છે.  આવા લોકો એવુ માનતા હોય છે કે મારામાં ડાયાબિટીસના કોઈ લક્ષણો નથી એટલે મારે દવાની જરૂર નથી. પરંતુ ડાયાબિટીસ સાઇલેન્ટ કિલર છે. તમારા શરીરમાં જ્યારે વારંવાર પેશાબ થવા, તેમજ કેટલાક કિસ્સામાં વધારે પડતી ભૂખ લાગે અને સૌથી ખાસ જ્યારે કંઈપણ વાગે ત્યારે તમને જલદી રૂઝ ના આવે ત્યારે તમારે ચેતી જવુ પડે. શરીરમાં સામાન્ય કરતા આવા લક્ષણો અલગ દેખાય ત્યારે તેને એલારમ સમજી ડોક્ટર પાસે ચેકઅપ જરૂર કરાવવું. 

આહારમાં કરો બદલાવ

ડાયાબિટીસના જોખમને દૂર રાખવા તમે પોતાના દૈનિક આહારમાં કેટલાક બદલાવ કરી શકો છો. તમે કેટલાક પીણાંનું સેવન કરવાનું એવોઈડ કરશો તો ચોક્કસપણે તમે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી દૂર રહી શકશો. આજે રોજિંદા જીવનમાં લોકો માટે સોડા ડ્રિંક્સ અને મીઠી કોફી અથવા કોલ્ડ કોફી પીવાનું બહુ સામાન્ય બન્યુ છે. આવી સ્થિતિમાં, લોકો માટે તેને ખરીદવું અને પીવું ખૂબ જ સરળ છે. આ પીણાં દરેક જગ્યાએ ઉપલબ્ધ હોવાથી લોકો તેનું વારંવાર સેવન કરતા હોય છે. આ પીણાં તમને થોડા સમય માટે તાત્કાલિક ઉર્જા આપે છે પરંતુ જો તેનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. અમે તમને કેટલાક એવા પીણાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. 

સોડા : સોડા પીવાથી તમને તાજગીનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમને ખૂબ ગરમી લાગતી હોય. પરંતુ તેને દરરોજ પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ પીવાથી તમારા બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધવા લાગે છે. ઉપરાંત, તે ટાઇપ 2 ડાયાબિટીસનું કારણ બની શકે છે.

કૃત્રિમ ઠંડા પીણાં : ખાંડ ટાળવા માંગતા લોકો માટે ડાયેટ સોડા અને ખાંડ-મુક્ત જ્યુસને ઘણીવાર સ્વસ્થ વિકલ્પો તરીકે રજૂ કરવામાં આવે છે. આ પીણાંમાં કેલરી ઓછી હોવા છતાં, જર્નલ ઓફ ધ અમેરિકન ગેરીઆટ્રિક સોસાયટીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ સહિત, એસ્પાર્ટમ જેવા કૃત્રિમ ગળપણ અને ઇન્સ્યુલિન પ્રતિકાર અને રક્ત ખાંડના સ્તરમાં વધારો વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. આ અસરો શરીરના ચયાપચય પ્રતિભાવને ગૂંચવી શકે છે અને લાંબા ગાળે ડાયાબિટીસના જોખમને અસર કરી શકે છે.

એનર્જી ડ્રિંક્સ : આજકાલ પુખ્ત વયના લોકોમાં આ પીણાંનું સેવન કરવાનું વધ્યું છે. કારણ કે  આ પીણાંનું સેવન કરવાવાથી તમને વધુ ઉર્જાનો અનુભવ થાય છે. જે તમને બહુ ઉત્સાહવર્ધક લાગે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા એનર્જી ડ્રિંક્સમાં ખાંડ અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે. આ પીવાથી તમારા બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે. જે લોકો દરરોજ આ પીણાંનું સેવન કરે છે તેમને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ખૂબ વધારે હોય છે.

આલ્કોહોલ : ઘણીવાર લોકો એવું વિચારે છે કે ક્યારેક ક્યારેક દારૂ પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. કેટલાક લોકો એવા પણ છે જે માને છે કે આલ્કોહોલને સ્પ્રાઈટ અથવા ફળોના રસ સાથે ભેળવીને પીવાથી તેની અસરો ઓછી થઈ શકે છે. જ્યારે સત્ય એ છે કે જ્યારે તમે કોઈપણ મીઠા પીણાને આલ્કોહોલ સાથે ભેળવો છો, ત્યારે તમારા બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધવા લાગે છે. વધુ પડતું દારૂ પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.

Leave a Reply

Related Post