Health: પુરુષોમાં જોવા મળતા Prostate cancerના આ મુખ્ય કારણો, આ છે ઉપચાર

Health: પુરુષોમાં જોવા મળતા Prostate cancerના આ મુખ્ય કારણો, આ છે ઉપચાર
Email :

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્તિ જો બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરના ગંભીર સ્વરૂપનો ભોગ બન્યા છે. જેના બાદ સોશિયલ મીડિયામાં પ્રોસ્ટેટ કેન્સરને લઈને જુદી-જુદી વાતો ફેલાઈ રહી છે. આ રોગ કેટલો ગંભીર છે અને Prostate cancer થવાના શું કારણો છે તે આપણે જોઈએ. પ્રોસ્ટેટ કેન્સર સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં પુરુષો આ ગંભીર રોગનો શિકાર થાય છે. પ્રોસ્ટેટ કેન્સર શરીરમાં વધતા મૂત્રાશય, લીવર, ફેફસાં અને પેટમાં ફેલાય છે. કેન્સરના કોષો લોહી સાથે હાડકાં સુધી પહોંચતા વધુ ગંભીર સમસ્યા પેદા થાય છે.

પ્રોસ્ટેટ કેન્સર આ હોઈ શકે કારણો

પ્રોસ્ટેટ કેન્સર થવા પાછળ કૌટુંબિક ઇતિહાસ જેમ કે જો પિતા કે ભાઈને પ્રોસ્ટેટ કેન્સર હોય તો જોખમ વધારે હોય છે. આ ઉપરાંત ખરાબ જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ તેમજ ચાલવા અને દોડવા અને મેડિટેશન જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધુ પડતું સિગારેટ અને દારૂનું વ્યસન પણ કેન્સરનું કારણ બની શકે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે હાલમાં સ્થૂળતાના કારણે યુવાન પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધ્યું છે.

આ ગંભીર રોગમાં જુદી-જુદી સારવારના વિકલ્પ છે. જો કે પ્રોસ્ટેટ કેન્સરની તીવ્રતા પર તેની સારવાર કરવામાં આવે છે.

સારવારમાં આ છે વિકલ્પો

આ રોગનું પ્રારંભના તબક્કામાં નિદાન કરવામાં આવે તો Active Surveillance (ગતિશીલ નિરીક્ષણ) દ્વારા ધીમે ધીમે વિકાસ પામતા કેન્સરની તપાસ કરી યોગ્ય દવાઓ દ્વારા ઉપચાર સંભવ છે. આ ઉપરાંત શ્સ્ત્રક્રિયા દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિને દૂર કરવાની પ્રક્રિયા હેઠળ ઉપચાર કરવામાં આવે છે. Radiation Therapy દ્વારા કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે કિરણોનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત હોર્મોન થેરાપી એટલ કે કેન્સર વૃદ્ધિ માટેના ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને રોકી આ રોગનો ઉપચાર કરવામાં આવે છે. જો આ કેન્સર શરીરમાં મોટા પ્રમાણમાં ફેલાયુ હોય તો કેમોથેરાપી દ્વારા દવાઓથી સારવાર કરાય છે.

સારવાર મામલે જોખમની સંભાવના

આ રોગની સારવારમાં અનેક આડઅસરો પણ થઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે વપરાતી હોર્મોન થેરાપી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન બંધ કરી શકે છે, જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની શકે છે. રેડિયેશન થેરાપી પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. પ્રોસ્ટેટ કેન્સરને રોકવા માટે, યુવાન પુરુષોને તેમની પ્રોસ્ટેટ ગ્રંથિ કાઢી નાખવી પડી શકે છે. આ પુરુષ પ્રજનન તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને પ્રવાહી શુક્રાણુ સંગ્રહિત કરવામાં મદદ કરે છે.

પુરુષોને જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. આ છે પ્રોસ્ટેટ કેન્સરના કારણો (લક્ષણો).

મૂત્રના પ્રવાહમાં ઘટાડો અથવા અવરોધ

વારંવાર મૂત્રની તકલીફ, ખાસ કરીને રાત્રે

મૂત્ર કરતી વખતે દુખાવો

મૂત્ર અથવા વીરમાં લોહી દેખાવું

પીઠ, તંગડા અથવા નિતંબમાં સતત દુખાવો

વિજયેન્દ્ર સ્નાયુની નબળાઈ (મૂત્ર નિયંત્રણ ગુમાવવી)

શું તકેદારી રાખવી

પ્રોસ્ટેટ કેન્સર ના થાય માટે પુરુષોએ 50 વર્ષ પછી નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી. 50 વર્ષ પછી PSA (Prostate Specific Antigen) ટેસ્ટ અને ડિજિટલ રેક્ટલ પરીક્ષણ (DRE) કરાવવું. કેન્સર જેવી ગંભીર બીમારી રોકવા મોટી વયના અને યુવાન પુરુષોએ આહાર અને જીવનશૈલીમાં ધ્યાન રાખવું પડશે. પુરુષોએ આલ્કોહલનું સેવન બંધ કરી તાજા ફળો, શાકભાજી અને ઓમેગા-3યુક્ત આહાર લેવો અને હળવી કસરતને દીનચર્યામાં સામેલ કરવી જોઈએ.

Leave a Reply

Related Post