Health: શરીરના આ લક્ષણો Fatty Liver સમસ્યાના આપે છે સંકેત, જાણો ઉપચાર

Health: શરીરના આ લક્ષણો Fatty Liver સમસ્યાના આપે છે સંકેત, જાણો ઉપચાર
Email :

આપણા શરીરમાં કેટલીક વખત સામાન્ય ફેરફાર થાય છે ત્યારે તેને અવગણીએ છીએ. શરીરમાં થતા ફેરફારની અવગણના કરવાની આપણે કેટલીક વખત મોટી કિમંત ચૂકવવી પડે છે. મુખ્યત્વે લિવર પર અસર થવાના કારણે શરીરમાં આ બદલાવ જોવા મળે છે. આપણી જીવનશૈલી તેમજ ખાનપાનના થયેલ મોટા ફેરફારની લિવર પર અસર થાય છે. અને તે ફેટી લિવર થતા આખા શરીર પર તેની ગંભીર અસર જોવા મળે છે. શરીરમાં જ્યારે પણ લીવર પર વધુ ચરબી જમા થાય ત્યારે ફેટી લિવરની સમસ્યા ઉદભવે છે. જ્યારે લીવર ફેટી થઈ જાય છે ત્યારે શરીર પર કયા લક્ષણો દેખાય છે.

Fatty Liver શું અને તેના પ્રકાર

સામાન્ય રીતે આપણા લીવરમાં થોડી ચરબીનું પ્રમાણ હોય છે. પરંતુ ઉમંર વધતા કેટલાક લોકોના લીવરમાં માત્રા કરતા વધુ ચરબી જમા થવા લાગે છે. શરીરમાં સામાન્ય કરતા વધારે ચરબી (ફેટ) સંગ્રહિત થાય એટલે કે 5 થી 10 ટકા કરતાં વધુ ચરબી હોયતો તેને ફેટી લીવર (Fatty Liver) માનવામાં આવે છે.

ફેટી લીવર બે પ્રકારના હોય છે:

1. અલ્કોહોલિક ફેટી લીવર – આ સમસ્યા જે લોકો વધુ પડતુ દારુનું સેવન કરતા હોય તેમનામાં જોવા મળે છે.

2. નોન-અલ્કોહોલિક ફેટી લીવર (NAFLD) – આ સમસ્યા એવા લોકોમાં થાય છે જેઓ દારૂ નથી પીતા. પરંતુ તેમના ખોરાકમાં જંકફૂડ અને તળેલા ખાદ્યપદાર્થો ઉપરાંત જીવનશૈલી કે અન્ય કારણોસર લિવરમાં ચરબી ભેગી થાય છે.

ફેટી લીવરના શરીર પર સંકેત

લીવર શરીરનું મુખ્ય અંગ છે અને તે ખોરાક, પાણી અને ઝેરી તત્વોને ફિલ્ટર કરીને દૂર કરવાનું કાર્ય કરે છે.શરીરમાં જ્યારે પણ આ કાર્યમાં સમસ્યા ઉદભવે ત્યારે જુદા-જુદા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. ખાસ કરીને ફેટી લીવરના કારણે ત્વચા પર એલર્જી જોવા મળે છે. જ્યારે પણ શરીરમાં ફેટી લીવરની સમસ્યા ઉદભવે છે ત્યારે ત્વચા, વાળ અને નખ પર પણ અસર કરી શકે છે. ફેટી લીવરના કારણે ત્વચામાં વારંવાર ખંજવાળ આવવી, આંખો નીચે કાળા કુંડાળા થવા લાગવા, તેમજ ત્વચા પર ધબ્બા દેખાવા લાગે છે. કેટલાક લોકોને શરીરમાં નાની-નાની ફોલ્લીઓ પણ થાય છે. લિવર સારી રીતે કાર્ય ન કરવાથી શરીરને ઊર્જા પૂરતી મળતી નથી, જેના કારણે થાક વધારે લાગે છે અને વધુ પડતી ઉંઘ આવે છે. ફેટી લીવર મેટાબોલિઝમને પ્રભાવિત કરે છે, જેના કારણે વજન ઝડપથી વધી પણ શકે છે તો કેટલાક સંજોગોમાં ઘટી પણ શકે છે.

ફેટી લીવરની સમસ્યા દૂર કરવા કરો આ ઉપચાર

ફેટી લીવરની સમસ્યામાંથી રાહત મેળવવા અને લીવરને સુરક્ષિત રાખવા માટે  આ ઉપચાર અજમાવી શકો છો. તમે ચરબીયુક્ત અને તેલયુક્ત ખોરાક લેવાનું ટાળો. આ ઉપરાંત આલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે બંધ કરો. કારણ કે  આલ્કોહોલ લીવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આ સાથે, સ્વસ્થ આહાર અપનાવવો જોઈએ. ખોરાકમાં લોટ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. ફાસ્ટ ફૂડથી પણ દૂર રહો અને દરરોજ કસરત કરો. જો તમને શરીરમાં વધુ સમસ્યા લાગે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો.

 

નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે.

Leave a Reply

Related Post