Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા કરો કિશમિશનું સેવન, જાણો સ્વાસ્થ્યમાં થતા લાભ

Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા કરો કિશમિશનું સેવન, જાણો સ્વાસ્થ્યમાં થતા લાભ
Email :

આપણે બીમારીથી દૂર રહેવા અનેક જતન કરીએ છીએ. પૌષ્ટિક આહાર લઈએ છીએ તેમજ જીમ અને યોગ કરીએ છીએ. ડોક્ટર પણ શરીર સ્વસ્થ રાખવા વિવિધ પ્રકારના આહારનું સૂચન કરતા હોય છે. બીમારીઓથી દૂર રહેવા અને શરીરમાં વારંવાર થતી નબળાઈ દૂર કરવા ઘરમાં રહેતા આ ડ્રાયફૂટ વધુ અસરકારક સાબિત થાય છે. પલાળેલી કિસમિસનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. કિસમિસ એ સૂકી દ્રાક્ષ છે, જે દેખાવમાં નાની હોય છે, પરંતુ તેમાં મોટા પોષક તત્વો છુપાયેલા હોય છે.

આધુનિક વિજ્ઞાન સુધી કિસમિસને સુપરફૂડ માનવા લાગ્યું છે. આહારમાં દૂધ અને કિસમિસનો સમાવેશ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધવા સાથે સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. જે લોકોમાં નબળાઈ રહેતી હોય તેમજ વધુ દુબળા લોકોએ દરરોજ એક ગ્લાસ દૂધમાં 4-5 કિસમિસ મિક્સ કરીને ખાવાથી વજન ઝડપથી વધશે. શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે.

નિયમિત કિશમિશનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે, તેમજ શરીરમાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવાના કારણે બોડી ડિટોક્સ થાય છે. દૂધ સાથે કિશમિશનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે અવશ્ય રાત્રે પલાળેલા કિશમિશનું સેવન કરવું. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી એસિડીટીમાં રાહત આપે છે. આ ઉપરાંત આ ડ્રાયફૂટનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને વારંવાર મોઢાં ચાંદા પડવાની સમસ્યામાં મદદ કરે છે.

Leave a Reply

Related Post