Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન

Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
Email :

ગુજરાતમાં અત્યારે અનેક સ્થાનો પર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનના અંત મહિનામાં રથયાત્રાની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. રથયાત્રાની સાથે જો કોઈ ફળ સૌથી વધુ યાદ આવે તો તે છે જાંબુ. અત્યારે ગરમીમાં કેરીની સિઝનની સાથે જાંબુ ફળ પણ બજારમાં જોવા મળે છે. કેરીના રસિયા ફક્ત આફુસ અને કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. જો કે જાંબુ પણ ગુણકારી ફળ છે.

શરીરને હાઈડ્રેટ રાખવા જાંબુના સેવનથી લાભ

ગરમીની સિઝનમાં શરીરને પાણીને વધુ જરૂર પડે છે. એટલે ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખનારા ફળો અને આહારનું સેવન કરવું જોઈએ. જાંબુમાં ખનીજ અને ફાઈબરનો સારો સ્ત્રોત રહેલો છે. તેમાં આ વિટામિન સી, બી12, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ રહેલું હોવાથી નિયમિત તેનું સેવન કરવામાં આવે તો ગરમીની સિઝનમાં ચક્કર આવવા અને બેભાન થવા જેવી સમસ્યાથી દૂર રહીએ શકીએ છીએ.

અમે તમને જણાવીશું કે નાના કદનું આ ફળ આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી છે.

ઉનાળામાં બજારમાં વધુ વેચાણ થતી કેરીની તાસીર ગરમી માનવામાં આવે છે જ્યારે જાંબુની તાસીર ઠંડી મનાય છે. એટલે ગરમીમાં ઠંડક મેળવવા જાંબુનો જયુસ વધુ રાહત આપશે. જાંબુમાં જેમ્બોલિન અને જેમ્બોઝિન જેવા તત્વો હોય છે, જે બ્લડ સુગરનું લેવલ નિયંત્રણમાં રાખે છે. તેનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓને લાભ આપશે.
જાંબુમાં અનેક પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. જાંબુના જયુસ તેમજ વિવિધ રીતે તેનું સેવન ગરમીમાં સ્વાસ્થ્ય સમસ્યામાં લાભ આપશે.
જાંબુનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને લોહી શુદ્ધ કરે છે. જાંબુમાં એન્થોસાયનિન નામનો ઘટક હોવાથી શરીરના કોષો માટે વધુ સારો માનવામાં આવે છે. આયર્નની ઉણપ દૂર કરવા જાંબુનું સેવન કરવાની આરોગ્ય નિષ્ણાત પણ સલાહ આપતા હોય છે. બીજા અર્થમાં જાંબુ આયર્નનો સારો સ્ત્રોત કહી શકાય.
જામુનમાં કેલરી ઓછી હોવાથી તેનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાના કારણે નાસ્તાની ગરજ સારે છે. એટલે કે જાંબુનુ સેવન ભૂખ મટાડે છે તેના ખાધા પછી પેટ ભરેલું લાગે છે. એટલે જે લોકો નાસ્તામાં તળેલા નાસ્તા ખાતા હોય તેના પર નિયંત્રણ આવે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ગરમીના સમયમાં જાંબુ (જામફળ, જામુન) ખાવું ખૂબ લાભદાયી હોય છે. તેની તાસીર ઠંડી હોવાથી જાંબુનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post