Health Tips : વજન ઉતારવા જીમમાં ગયા વગર ઘરમાં અજમાવો આ ઉપાય

Health Tips : વજન ઉતારવા જીમમાં ગયા વગર ઘરમાં અજમાવો આ ઉપાય
Email :

આજના મોટાભાગના લોકો વધારે વજનના કારણે ચિંતિત છે. વજન ઉતારવા લોકો જીમમાં જઈ પરસેવો પાડતા હોય છે તો કેટલીક વખત ક્રશ ડાયટ ફોલો કરતા હોય છે. જેના કારણે તેઓ કેટલીક વખત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર થાય છે. યુવાનો આજે અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરતા હોવાથી જીમમાં જઈ શકતા નથી. તો ઓફિસ જતા લોકો પણ વધુ વ્યસ્ત હોવાથી વજન ઉતારવા માટે સમય આપી શકતા નથી. પરંતુ અમે તમને ઓછા સમયમાં વજન ઉતારવાની અસરકારક રીત જણાવીશું. આ માટે તમારે ઘરથી બહાર જવાની બિલકુલ જરૂર નથી તમે ઘરમાં રહી ફક્ત 15 મિનિટનો સમય કાઢી ફિટ રહી શકો છો.

વજન ઉતારવાની સરળ રીત

રોજિંદા જીવનમાં ફક્ત 15 મિનિટનો સમય કાઢી વજન ઉતારવાની તમારી સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકશો.વજન ઉતારવા તમારે ફક્ત એક જ વસ્તુની જરૂરત પડશે અને એ છે દોરડું. દરરોજ 15 મિનિટ દોરડા કૂદવાથી શરીરમાં મોટા ફેરફાર જોવા મળશે. તમે દરરોજ સતત 15 મિનિટ દોરડા કૂદશો તો જલદી ફેટ ઘટશે અને સ્ફૂર્તિ વધશે.

દોરડા કૂદવાથી મળશે કેલરી

દિવસમાં 15 મિનિટ દોરડા કૂદવાથી લગભગ 350થી 400 કેલરી બર્ન થાય છે અને જો તમે દિવસમાં બે વાર એટલે કે સવારે અને સાંજે 15 મિનિટ દોરડા કૂદશો તો લગભગ 800 થી 900 કેલરી બન કરી શકશો. જેટલી જલદી કેલરી બર્ન થાય તેટલી ઝડપી તમારા શરીરમાંથી ફેટનું પ્રમાણ ઘટશે.

મેદસ્વીપણાનું શું કારણ હોઈ શકે ?

આપણે અનેક લોકોને જોઈએ છીએ કે તેમના શરીરમાં જાંધ અને કમર પર ચરબી જમા થયેલી છે. તેઓ ચરબી દૂર કરવા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું બંધ કરી દે છે છતાં પણ તેમનું વજન ઓછું થતું નથી અને ના તો ચરબી દૂર થાય છે. અસ્વસ્થ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે, ઘણી વખત આ હઠીલી ચરબી શરીર પર જમા થવા લાગે છે. એટલું જ નહીં, જે લોકો બેઠાડું જીવન જીવતા હોય અને ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતા હોય છે તેવા લોકોએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ વધુ પડતા માનસિક તણાવના કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધવાના કારણે તેમના શરીરના વિવિધ ભાગો પર ચરબી જમા થવા લાગે છે.

રોજિંદા જીવનમાં કરો હળવી કસરત

લોકોમાં જોવા મળતું મેદસ્વીપણું ક્યારેક આનુવંશિક પરિબળોને કારણે પણ હોઈ શકે છે.આવા લોકોમાં પેટની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. આનાથી છુટકારો મેળવવા માટે, તમારે ક્રંચ, પ્લેન્ક, લેગ રેઈઝ, માઉન્ટેન ક્લાઇમ્બર જેવી કસરતો કરવી જોઈએ. દોરડા કૂદવા સિવાય તમે દરરોજ પોતાના નિત્યક્રમમાં જમ્પિંગ જેક અને સાયકલિંગ જેવી હળવી કસરતનો પણ સમાવેશ કરી શકો છો.

Related Post