Health: શરીરને ઠંડુ રાખવા સારુ શું ? દહીં કે છાશ ?

Health: શરીરને ઠંડુ રાખવા સારુ શું ? દહીં કે છાશ ?
Email :

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળાની આકરી ગરમીમાં આપણે એવુ ખાવા ઇચ્છતા હોઇએ કે જેનાથી શરીરને ઠંડક મળે અને શરીરને પોષણ પણ મળે. દહીં અને છાશ બંને ઉનાળા માટે સુપરફૂડ છે. ઉનાળામાં આ બંને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ પાચનમાં સુધારો કરવામાં તેમજ શરીરને ડિટોક્સિફાય કરવામાં અને ગરમીથી રાહત આપવામાં મદદ કરે છે.

પરંતુ કેટલાક લોકો માને છે કે દહીં અને છાશ એક જ છે. પરંતુ દહીં અને છાશ વચ્ચે ઘણા તફાવત છે. દહીં અને છાશ બંને દૂધમાંથી બનેલા ડેરી ઉત્પાદનો છે, પરંતુ બંને વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ તફાવત છે. જેમ કે દહીં એક થીક અને પોષક તત્વોથી ભરપૂર ડેરી ઉત્પાદન છે. દૂધમાંથી દહી બનાવવામાં આવે છે. તે પ્રોટીન, પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ, વિટામિન બી 12 અને ફોસ્ફરસથી ભરપૂર છે.

જ્યારે છાશને દહીં વલોવીને બનાવવામાં આવે છે, જેમાં વધારાનું માખણ દૂર કરવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ અને ચરબી ઓછી હોય છે, જે તેને લાઇટ અને સરળતાથી પચી જાય છે. ત્યારે હવે જાણીએ ઉનાળા માટે દહીં સારુ કે છાશ ?

છાશ શરીરને વધુ ઠંડુ રાખે છે કારણ કે તે હલકું હોય છે અને તેમાં મોટી માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. દહીં પણ ઠંડક આપે છે, પરંતુ તે ભારે હોય છે અને શરીરમાં ગરમી વધારી શકે છે, ખાસ કરીને જ્યારે મોટી માત્રામાં ખાવામાં આવે છે. તેથી ઉનાળામાં છાશ એક સારો વિકલ્પ છે.

 પાચન માટે કયું સારું છે?

છાશ સરળતાથી પચી જાય છે અને ગેસ, અપચો અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરે છે. દહીં જાડુ અને ભારે હોય છે. જેના કારણે કેટલાક લોકોને અપચોની સમસ્યા થઈ શકે છે. તેથી છાશ પાચન માટે વધુ ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે કયું સારું છે?

છાશમાં કેલરી અને ચરબી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં કેલરી અને ચરબી વધુ હોય છે, તેથી તેને વધુ માત્રામાં ખાવાથી વજન વધી શકે છે. તેથી વજન ઘટાડવા માટે છાશ વધુ સારું છે.

ડિહાઇડ્રેશન દૂર કરવા માટે કયું યોગ્ય છે?

છાશમાં વધુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને ડિહાઇડ્રેટ થવાથી અટકાવે છે. દહીંમાં પાણીની માત્રા ઓછી હોય છે, તેથી તે એટલું હાઇડ્રેટિંગ નથી. આવી સ્થિતિમાં ઉનાળામાં ડિહાઇડ્રેશન દૂર કરવામાં છાશ વધુ અસરકારક છે.

(Diclaimer: અહીં આપેલી માહિતી જાણકારી પૂરતી જ આપવામાં આવી છે આ માહિતી સાથે સંદેશ ન્યૂઝ સહમત હોય તે જરૂરી નથી)

Leave a Reply

Related Post