Health : યુવાનોમાં કેમ વધ્યું Heat Attackનું જોખમ, જાણો કારણો

Health : યુવાનોમાં કેમ વધ્યું Heat Attackનું જોખમ, જાણો કારણો
Email :

ભારતમાં થોડા સમયથી હાર્ટએટેકથી મોત થવાના કિસ્સામાં વધ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વયસ્કો કરતા યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને 40 વર્ષથી નીચેના લોકોમાં. 2020 થી 2023 દરમિયાન, દેશભરના હોસ્પિટલ ડેટા દર્શાવે છે કે હાર્ટ એટેકના 50% કેસ 40 વર્ષથી ઓછી વયના લોકોમાં નોંધાયા છે. યુવાનોમાં કેમ હૃદયરોગના હુમલા વધ્યા છે તેને લઈને તેના કારણો સમજવા મહત્વપૂર્ણ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કારણો ખૂબ જ સામાન્ય છે યુવાનોમાં હાર્ટએટક વધવાના કારણોમાં તેમના દૈનિક કાર્યોમાં અનિયમિતતા તેમજ ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડના વધુ પડતા સેવન કરવાની આદતો માનવામાં આવે છે.

યુવાનોમાં હાર્ટએટેક થવાના મુખ્ય કારણો

ડોક્ટર મીશા દવેએ યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ કેમ વધ્યું છે તેને લઈને જાણકારી આપી છે. ડોક્ટર મીશાનું કહેવું છે કે યુવાનોમાં જીવનશૈલીમાં થયેલ બદલાવ હાર્ટએટેકનું મોટું કારણ છે. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થવાના કારણે પણ હૃદયરોગના હુમલા વધ્યા હોવાનું સામે આવ્યું છે. શારીરિક પ્રવૃતિઓના અભાવે યુવાનોમાં રક્ત પરિભ્રમણ ઝડપથી થતું નથી અને તેના કારણે લોહી જાડું થતા બ્લોકેજની સ્થિતિ આવે છે. આ ઉપરાંત આજકા યુવાનોમાં વજન વધારવા અને વજન ઘટાડવા માટે લેવાતા સ્પ્લિેન્ટસની આડ અસરના કારણે હૃદયરોગનું જોખમ રહે છે. ડોક્ટર મીશા કહે છે કે આજે યુવાનોની જીવનશેલીમાં બદલાવ થતા લાંબા કામના કલાકો, કારકિર્દીનો દબાણ અને પૂરતી ઊંઘ ન મળવાથી તેમના હાર્ટની હેલ્થ પર નકારાત્મક અસર કરે છે . ખાસ કરીને યુવાનોમાં ધૂમ્રપાન અને દારૂનું સેવન વધ્યુ છે આજે છોકરીઓ પણ ધ્રુમપાન અને આલ્કોહોલનું સેવન કરી રહી છે. યુવાનોમાં હાર્ટએટેક જેવી ગંભીર સમસ્યા થવાના અન્ય પરિબળમાં પરિવારિક ઇતિહાસ અને વાયુ પ્રદૂષણ જેવા પરિબળો પણ હાર્ટ રોગના જોખમમાં ફાળો આપે છે .

હાર્ટએટેકનું ઘટશે જોખમ

ડોક્ટરના મતે યુવાનોએ હાર્ટએટેકનું જોખણ ઘટાડવા પોતાની કેટલીક આદતો બદલવી પડશે. યુવાનોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનતા જાતે જ કેર લેવી પડશે. તેમણે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવું. ખાસ કરીને બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલનું નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો પરિવારનો કોઈ સભ્ય અગાઉ હાર્ટએટેકની સમસ્યાનો શિકાર થયો હોય તો ખાસ આ બાબતે સભાન રહી પોતાના આહારમાં પૌષ્ટીક ખોરાકને સામેલ કરવા. કારણ કે આપણામાં કહેવાય છે કે વારસામાં મિલકત મળે કે ના મળે પણ રોગ જરૂર મળે છે.

આ ઉપરાંત યુવાનોએ રાત્રે જાગી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાની પોતાની કુટેવ છોડવી. જે લોકો પણ રાત્રે પૂરતી ઉંઘ લે છે તેમનામાં હાર્ટએટેકનું જોખમ ઘણેઅંશે ઘટી જાય છે તેવું ડોક્ટર કહે છે. યુવાનોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ કરવો. તમે વોકિંગ અને સાઈકલિંગ જેવી હળવી કસરતને પોતાની દિનચર્યામાં સામેલ કરી શકો છો. માનસિક તણાવથી દૂર રહેવા ધ્યાન, યોગ અને મનપસંદ સંગીત સાંભળવું. પોતાાના શરીરમાં કોઈપણ અસામાન્ય લક્ષણો જણાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી.

Leave a Reply

Related Post