Health : મહિલાઓમાં કેમ વધી રહી છે Breast Cancerની સમસ્યા, જાણો કારણો

Health : મહિલાઓમાં કેમ વધી રહી છે Breast Cancerની સમસ્યા, જાણો કારણો
Email :

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. કેન્સર શબ્દ જ આપણા માટે વધુ આઘાત આપનારો છે ત્યારે મહિલાઓમાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સર આજે ગંભીર સમસ્યા બની છે. કારણ કે એવું કહેવાય છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધુ રહે છે. દેશમાં દર વર્ષે 100,000 જેટલી મહિલાઓને સ્તન કેન્સર થાય છે. બ્રેસ્ટ કેન્સર (સ્તન કૅન્સર) થવાનું કોઈ એક મુખ્ય કારણ નથી હોતું. પરંતુ શરીરમાં અચાનક ફેરફાર થવા અને હોર્મોનલ ઇમબેલેન્સ થવાના જેવા કારણોના લીધે બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધે છે. 

બ્રેસ્ટ કેન્સર થવાના કારણો

બ્રેસ્ટ થવાના કારણોમાં મોટાભાગના કિસ્સાઓમાં, તે વૃદ્ધત્વની પ્રક્રિયામાંથી ઉદ્દભવતી વિસંગતતાઓને કારણે થતું હોવાનું જોવા મળ્યું છે. ખાસ કરીને ખાસ કરીને 50 વર્ષની ઉમંર બાદ વય વધતા સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના અનેકગણી વધે છે.  જ્યારે 5-10% કિસ્સાઓમાં તે આનુવંશિક રીતે વારસાગત છે એટલે કે તેમના પરીવારમાં અગાઉ માતા, માસી, બહેન, દાદી કે પછી નાની કોઈને પણ બ્રેસ્ટ કેન્સર થયુ હોય તો આગળ જતા તે પરીવારની મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે. પરિવારના સભ્યોએ જેમાં માતૃપક્ષ કે પિતૃપક્ષ (ફઈ ) તરફના સભ્યને બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સરની સંભાવના રહે છે. આ ઉપરાંત મહિલાઓમાં મેનોપોઝ મોડા આવવું એટલે કે 55 વર્ષની ઉમંર બાદ મેનોપોઝ થતા કેન્સરની શકયતા રહે છે. તેમજ જે મહિલાઓમાં પ્રથમ સંતાન મોડા ઉંમરે થવું તેમજ ના થવાના કારણે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે.

હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી

આ ઉપરાંત અનિયમિત જીવનશૈલી અને વ્યસનને પણ કેન્સર માટે કારણભૂત માનાવામાં આવે છે. મહિલાઓમાં ખાસ કરીને મેનોપોઝ બાદ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લેવામાં આવે છે તેના કારણે પણ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે. અથવા તો ભૂતકાળમાં કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો ભવિષ્યમાં પણ ફરી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવા પૌષ્ટિક આહાર,  પૂરતો આરામ અને હળવી કસરતને દિનચર્યામાં સામેલ કરો. તેમજ ઘરમાં અગાઉ કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો તમારું હેલ્થ ચેકએપ કરાવતા રહો. નિયમિત ચેક અપથી જ સ્તન કેન્સરનું સમયસર નિદાન થઈ શકે છે અને તેના કારણે કેન્સરના કારણે મૃત્યુ પામતી મહિલાઓની સંખ્યા ઘટી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.  

Leave a Reply

Related Post