Health : યુવાનોમાં કેમ વધી રહી છે Fatty Liverની સમસ્યા, જાણો કારણો

Health : યુવાનોમાં કેમ વધી રહી છે Fatty Liverની સમસ્યા, જાણો કારણો
Email :

આજે લોકોની જીવનશૈલી અને ખાનપાનની આદતો બદલાઈ છે. અને એટલે જ હવે લોકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. પહેલા મોટાભાગના લોકોને 50 વર્ષ પછી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળતી હતી જ્યારે હવે યુવાનોમાં પણ ડાયાબિટીસ અને હદૃયરોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. આવી જ એક ગંભીર સમસ્યા જે આજકાલ યુવાનો માટે પણ ચિંતાનો વિષય બની છે. આજના દર 10માંથી 3 યુવાનોમાં ફેટી લીવરની સમસ્યા જોવા મળે છે. આ સ્થિતિ ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના યુવાનો ફેટી લીવર (Fatty Liver)ની આરોગ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

યુવાનોમાં ફેટી લીવરની સમસ્યા વધવાને લઈને એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામે આવ્યું કે ફેટી લીવર (Fatty Liver) એટલે કે લીવરમાં વધુ પ્રમાણમાં ચરબી(jat)જમા થવાના કારણે આ સમસ્યા વધી છે. અગાઉ આ સમસ્યા મુખ્યત્વે મધ્યવયસ્કો અને વૃદ્ધોમાં જોવા મળતી હતી પરંતુ આજકાલ આહારમાં ફેરફાર થવાા કારણે યુવાનોમાં પણ આ રોગ ઝડપથી વધી રહ્યો છે. 

ફેટી લીવર થવાના આ છે મુખ્ય કારણો :

યુવાનોમાં ફેટી લીવર થવાના મુખ્ય કારણોમાં વ્યસન હોવાનું સામે આવ્યું. દારૂના વધુ પડતા સેવનના કારણે ફેટી લીવરની ગંભીર સમસ્યા ઉદભવે છે. આ ઉપરાંત બદલાતી જીવનશૈલીના કારણે યુવાનોમાં ખાનપાનની આદત બદલાઈ છે. યુવાનો અનિયત્રિંત આહાર લઈ રહ્યા છે. તેમજ સ્વાસ્થ્યવર્ધક આહારના બદલે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઓઈલી અને વધુ કૅલરીયુક્ત ખોરાકનું સેવન વધ્યુ છે. યુવાનોમાં બેકરી આઈટમની વસ્તુઓ જેમાં ખાંડ એને મેંદાનું પ્રમાણ વધુ હોય તેવા ચોકલેટ, કેક, પેસ્ટ્રી વધુ લે છે. અને શરીરમાં ચરબી વધવાનું મુખ્ય કારણ સુગર હોય છે.

શારીરિક પ્રવૃત્તિનો અભાવ

આ ઉપરાંત આહારની સાથે યુવાનોમાં બેઠાડું જીવન જોવા મળ્યું છે. પહેલાની જેમ હવે કિશોરવયથી લોકો બહાર રમવાના બદલે વીડિયો ગેમ અથવા તો મોબાઈલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વધુ વ્યસ્ત હોય છે. આજકાલ યુવાનોની દૈનિક પ્રવૃત્તિઓમાં ચાલવા તેમજ સાઈકલિંગ કરવા જેવી શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. એટલે શારીરક શ્રમના અભાવે પણ શરીરમાં ચરબી જમા થવા લાગે છે. મેંદા અને ખાંડ યુક્ત આહારનું સેવન કરવાથી શરીર સ્થૂળ થવા લાગે છે. શરીરમાં ચરબીના થર જમા થવા લાગતા ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીને સમસ્યા થવાનું જોખમ પણ રહે છે. ખાસ કરીને આજકાલ યુવાનોમાં વધુ મોર્ડન દેખાવાના ક્રેઝમાં નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરવા લાગ્યા છે. નિયમિત આલ્કોહોલનું સેવન લીવરને અસર કરે છે અને ફેટી લીવરનું જોખમ વધવાની શકયતા અનેકગણી વધે છે.

મેન્ટલ સ્ટ્રેસ અને પૂરતી ઉંઘનો અભાવ

ખાનપાન ઉપરાંત ફેટી લીવરની સમસ્યામાં મેન્ટલ સ્ટ્રેસ પણ મહત્વનો ભાગ ભજવે છે. યુવાનોમાં આજે મેન્ટલ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે તેમજ પૂરતી ઊંઘ ના લેવાના કારણે તેમની દીનચર્યા ખોરવાઈ જાય છે. યુવાનો આજે બોડી બિલ્ડીંગ માટે જીમમાં જાય છે તેમજ ડોક્ટરને પૂછવા વગર પોતાની રીતે ડ્રગ્સ અને અન્ય સપ્લિમેન્ટ્સ લેતા હોય છે જેની લીવર પર આડ અસર થાય છે. યુવાનોએ ફેટી લીવરની સમસ્યા દૂર કરવા જીવનશૈલીમાં બદલાવ સાથે પોતાના દૈનિક આહારમાં પણ બદલાવ કરવો પડશે.

Disclaimer : આ માહિતી વાચકોને વધારે નોલેજ આપવા સંદર્ભનું છે, આની વધુ વિગતો માટે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે. 

Leave a Reply

Related Post