Healthy Life: 40 પછી પણ ફીટ દેખાવું છે? તમારા ડાયટમાં કરો ફેરફાર

Healthy Life: 40 પછી પણ ફીટ દેખાવું છે? તમારા ડાયટમાં કરો ફેરફાર
Email :

ફિટ રહેવું કોને નથી ગમતું? પરંતું આજ કાલ દરેક લોકો ખાણી-પાણી અને લાઈફ સ્ટાઈલને કારણે ફિટનેસ જાળવી શકતા નથી. ખાસ કરીને 40 ની ઉંમર પછી વજન વધારે વધવા માંડે છે. જેનું મુખ્ય કારણ શરીરમાં થતા ફેરફારો, ખાવા-પીવાની ખોટી આદતો, કામનો તણાવ અને હોર્મોનલ ચેન્જીસ તમામનો સમાવેશ થાય છે. એક્સપર્ટના કહ્યા અનુસાર, યોગ્ય ડાયટ કરવાથી વજન ઘટાડી શકાય છે. 

કેલ્શિયમ 

40 વર્ષની ઉંમર પછી હાડકા કમજોર થઈ જાય છે, જેના કારણે ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, કેલ્શિયમ અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. આ માટે દહીં, ચીઝ, ટોફુ, ઈંડા, મશરૂમ, બદામ વગેરેનું સેવન કરવું જોઈએ.

ફાઈબર

ઉંમર વધવાની સાથે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં, ફાઇબરથી ભરપૂર આહાર લેવો જરુરી છે. ઓટ્સ, આખા અનાજ, તાજા ફળો, લીલા શાકભાજી, ચિયા બીજ અને શણના બીજ જેવા ખોરાકમાંથી ફાઈબર મળી રહે છે. 

પ્રોટીન 

સ્નાયુઓને મજબૂત રાખવા અને શરીરમાં શક્તિ જાળવી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે વજન વધતું પણ અટકાવે છે. પ્રોટીનયુક્ત આહાર તરીકે, તમે રાજમા, સોયા, ઈંડા, માછલી, ચિકન, બદામ અને બીજનું સેવન કરી શકો છો.

એન્ટીઑકિસડન્ટ

એન્ટીઑકિસડન્ટો વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે અને તમારી ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. એન્ટીઑકિસડન્ટ મેળવવા માટે તમે આહારમાં બેરી, લીલી ચા, હળદર, બ્રોકોલી, ટામેટાં અને રંગબેરંગી શાકભાજીનું સેવન કરી શકો છો. 

હેલ્ધી ફેટ

શરીરમાં હોર્મોન્સનું સંતુલન જાળવવા માટે હેલ્ધી ફેટ જરુરી છે. હેલ્ધી ફેટ ઓલિવ ઓઈલ, શણના બીજ, અખરોટ, એવોકાડો અને ચરબીયુક્ત માછલીમાંથી મળી રહે છે. 

આમ, 40 વર્ષ પછીની સ્ત્રીઓએ તેમના આહારમાં આ પોષક તત્વોને ધ્યાનમાં રાખીને યોગ્ય આહાર લેવો જરુરી છે. 

Leave a Reply

Related Post