'બે અઠવાડિયા પછી આવજો…!': 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં રણવીર અલ્લાહબાદિયાને ઝટકો, સુપ્રિમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં

'બે અઠવાડિયા પછી આવજો…!':'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં રણવીર અલ્લાહબાદિયાને ઝટકો, સુપ્રિમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં
Email :

'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. રણવીરે પોતાની સામે નોંધાયેલી તમામ અલગ અલગ FIRની સુનાવણી એક જ જગ્યાએ કરવા માટે અપીલ કરી હતી. રણવીરની અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. વકીલ અભિનવ ચંદ્રચુડે કોર્ટમાં અલ્લાહબાદિયાનો કેસ રજૂ કર્યો. ચંદ્રચુડે કોર્ટને પાસપોર્ટ રિલીઝ કરવા માટેની માગ કરી હતી. આના પર જસ્ટિસ સૂર્યકાંતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને તપાસની સ્થિતિ વિશે પૂછ્યું. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે- તપાસ હજુ પણ ચાલી રહી

છે. ન્યાયાધીશ સૂર્યકાંતે અલ્લાહબાદિયાના વકીલ ચંદ્રચુડને કહ્યું કે- જો તેને વારંવાર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે તો તપાસમાં અવરોધ આવવાની શક્યતા છે. તેની તપાસ માટે અવારનવાર જરૂર પડી શકે છે. અલ્લાહબાદિયા તરફથી દલીલ કરતી વખતે, ચંદ્રચુડે કોર્ટને કહ્યું કે- તેની આજીવિકા ભારત અને વિદેશની અગ્રણી હસ્તીઓના ઇન્ટરવ્યૂ લેવા પર રહેલી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે- બે અઠવાડિયામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. અમે 2 અઠવાડિયા પછી તમને પરવાનગી આપીશું. 14 ફેબ્રુઆરીએ રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં રણવીરે માતા-પિતા

પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ પછી, મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. યુટ્યૂબરે 14 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. રણવીરે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં 3 વાતો કહી હતી. 1. દેશભરમાં નોંધાયેલી FIRની સુનાવણી એક જ જગ્યાએ કરવી. 2. ધરપકડમાંથી રાહત મેળવવા 3. તેને મળતી ધમકીઓના કારણે અરજી પર વહેલી સુનાવણીની માગ કરી. 17 ફેબ્રુઆરીએ ધરપકડમાંથી રાહત આપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદિયાને ધરપકડમાંથી રાહત આપી હતી પરંતુ તેમને સખત ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું

કે તેમના મગજમાં જ ગંદવાડ છે. આવા વ્યક્તિની અમે શા માટે દયા ખાઇએ? લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ કોમેન્ટ કરો. તમે લોકોનાં માતા-પિતાનું અપમાન કરી રહ્યાં છો. એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે. જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેનાથી આખો સમાજ શરમ અનુભવશે.’ કોર્ટે રણવીરને આદેશ આપ્યો હતો કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. યુટ્યૂબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. 3 માર્ચે શો શરૂ કરવાની પરવાનગી મળી સુપ્રીમ કોર્ટે યુટ્યૂબર

રણવીર અલ્લાહબાદિયાને તેમનો પોડકાસ્ટ 'ધ રણવીર શો' ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે એક શરત મૂકી કે- શોમાં એક પણ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ ન બતાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રધાનમંત્રી મોદીએ ભારતના કેટલાક ડિજિટલ ક્રિએટર્સને ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ આપીને સન્માનિત કર્યા હતા. તેમાં રણવીર અલ્લાહબાદિયાનો પણ સમાવેશ થતો હતો. શું છે આખો મામલો? ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે

જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.

Leave a Reply

Related Post