રેડ એલર્ટ…આજે 9 જિલ્લામાં ​​​​​​​માથું ફાડી નાખતી લૂ લાગશે​​​​​​​: બહાર જતા પહેલાં ચેતજો, મૃત્યુનું જોખમ પણ વધે છે, 11થી 5 સિગ્નલ બંધ; લૂ લાગે તો શું કરવું

રેડ એલર્ટ…આજે 9 જિલ્લામાં ​​​​​​​માથું ફાડી નાખતી લૂ લાગશે​​​​​​​:બહાર જતા પહેલાં ચેતજો, મૃત્યુનું જોખમ પણ વધે છે, 11થી 5 સિગ્નલ બંધ; લૂ લાગે તો શું કરવું
Email :

આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો સ્કૂલોમાં સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વગાડવામાં આવશે. આ સાથે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે 11થી સાંજે 5 સુધી બંધ રહેશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં

વારંવાર સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત વર્ષે સૂકા પવનોની અસરથી 26 માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના

પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઊંચકાયું છે. એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ છે. સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધી 40.4 નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતાં સવારથી બપોરના 12.00 વાગ્યા સુધી લોકોએે ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ, બપોર પછી પવનની ગતિ ઘટી ગઇ હતી. લોકોએે બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએે માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મનપાનો હીટ એક્શન પ્લાન તૈયાર, સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે ગરમીમાં મૃત્યુનું પ્રમાણ

પણ વધે છે માર્ચથી જ ગરમીનો પ્રકોપ ચાલુ થઈ જતાં તેની અસરો ખાળવા માટે મ્યનિ.એ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. એપ્રિલથી જૂન દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર ગયું હોય તેવા છેલ્લા 25 વર્ષમાં 290 દિવસ રહ્યા છે. જેમાં 2024માં 19 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. જ્યારે 2024માં 13 દિવસ તો રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. શહેરમાં ગરમી વધતાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. ગત એપ્રિલમાં 5014 વ્યક્તિના મૃત્યુ સામે મેમાં 5306 અને જૂનમાં 5292 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. જૂનમાં છેલ્લાં 25 વર્ષમાં મૃત્યુનું પ્રમાણ વધુ હતું. રાજ્યનાં મુખ્ય સેન્ટરોમાં 10 માર્ચે નોંધાયેલું મહત્તમ તાપમાન ગરમી વધવાનું

કારણ શું? હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત્ છે. પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગ ઉપર એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યું છે તેને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારના વાતાવરણના ઉપરીસ્તરમાં છૂટાછવાયાં વાદળો દેખાઈ શકે છે. તેને કારણે બફારા જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. પરંતુ આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ નહિવત છે. ત્યારબાદ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે. હવામાન નિષ્ણાતે

કહ્યું હતું- 'આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે' હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિ.મી. પ્રતિકલાકથી લઈને 13 કિ.મી. પ્રતિકલાક છે. જોકે, 11 માર્ચ, 2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે

સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ, 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે. હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. રેડ એલર્ટ દરમિયાન એસ્ટેટ વિભાગ મારફતે શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રકશન સાઇટ બપોરે 12થી 4 કલાક દરમિયાન બંધ રહે તે સુનિશ્ચિત કરવામાં

આવશે. કોર્પોરેશન હસ્તકની ઓન ફિલ્ડ સાઇટમાં પણ આ તકેદારી રાખવામાં આવશે. લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે કેટલીકવાર બીમારીનો ભોગ બનતા હોય છે. ત્યારે ગરમી દરમિયાન કોણે ક્યારે બહાર નીકળવું, શું ધ્યાન રાખવું, શું કરવું શું નહીં આવો જાણીએ નિષ્ણાત પાસેથી... સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું આ અંગે ડોક્ટર રાજેશ

શાહે જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાના બાળકો અને ઉંમરવાળા વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે. ચામડીના રોગોથી બચવા શું કરવું? ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે. જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.

Related Post