બે દિવસ હિટવેવ રહેવાની વકી: 45.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ 17 શહેરમાં પારો 39 ડિગ્રીને પાર થયો

બે દિવસ હિટવેવ રહેવાની વકી:45.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ 17 શહેરમાં પારો 39 ડિગ્રીને પાર થયો
Email :

રાજ્યમાં અેન્ટિ-સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ઉત્તર-પૂર્વથી પૂર્વના ગરમ સુકા પવનો શરૂ થયા છે, જેને કારણે સોમવારે સમગ્ર રાજ્યમાં હિટવેવનું મોજું ફરી વળતાં અમદાવાદ સહિત 16 શહેરોમાં ગરમીનો પારો 39.0 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે દહોદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 42.0 ડિગ્રી સાથે ભુજમાં બીજા નંબરે રહ્યું. તેમજ

આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. હિટવેવને કારણે લૂ લાગવાની શક્યતા હોવાથી લોકોઅે ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગના આંકડાઅો મુજબ હિટવેવની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું મોજું ફરીવળ્યું છે. પરંતુ, તેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના

વિસ્તારોમાં હિટવેવની સૌથી વધુ અસર જોવા મળી છે. જેને પગલે આ વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. તેમાંય રાજ્યનાં 4 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. તેમજ રાજ્યના ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં વિવિધ શહેરોના તાપમાનમાં વધારો થતાં મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રીની આસપાસ નોંધાતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ

કરી રહ્યા છે. આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં હિટવેવને કારણે ગરમીનું જોર યથાવત્ રહેશે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 13 માર્ચ સુધી હિટવેવનું જોર યથાવત્ રહેવાની પ્રબળ શક્યતા છે. જ્યારે અમદાવાદમાં આગામી 24 કલાક બાદ હિટવેવથી રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે. { 11 માર્ચ -

બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવ { 12 માર્ચ - બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, મોરબી અને કચ્છ { 13 માર્ચ - બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવું, બપોરના 1થી 4 વાગ્યા દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું, ટુ-વ્હીલર

ચાલકોઅે શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવા, દર 7થી 10 કિલોમીટરે વાહન ઊભું રાખી છાંયામાં ઊભા રહેવું અને પાણી પીવું, ભારે ખોરાક ખાવાનું ટાળવું, લૂની અસર જણાય તો ડોક્ટરો સંપર્ક કરવો અને વ્યકિ્તઅે ઠંડકમાં રહેવું, અોઆરઅેસ, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાસ વગેરેનું સેવન કરવું. વૃદ્ધ અને રોગોથી પીડાતા લોકોઅે વિશેષ તકેદારી રાખવી.

Related Post