આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાશે, ગુરુવારે ભારે પવને રાજકોટમાં ખાનાખરાબી સર્જી

આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાશે, ગુરુવારે ભારે પવને રાજકોટમાં ખાનાખરાબી સર્જી
Email :

અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગુરુવારે સાંજના સમયે પણ રાજકોટ અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ

શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વૃક્ષો, હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે, ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા. આજે આ જિલ્લામાં મેેઘગર્જના સાથે વરસાદની આગાહી આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના

જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે તેઓને પણ પરત ફરી જવા સૂચના આપવામાં આવી છે. 25 મેના રોજ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વીજળી સાથે 45-55

કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 26 મેના રોજ વીજળી અને 50-60 કિમી પ્રતિ કલાકથી

70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુરુવારે કેટલાક જિલ્લામાં તોફાની પવન અને

વરસાદ જોવા મળ્યો ગુરુવારે સાંજના સમયે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ તાલુકા, ગોંડલ અને અમરેલીના વડીયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અને રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે, બારીઓના કાચ તૂટી ગયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)

Leave a Reply

Related Post