અમદાવાદ-મુંબઈ હાઇવે પર 15 કિમીનો ટ્રાફિકજામ: વડોદરા પાસે જાંબુવાબ્રિજ પર વાહનોના થપ્પા, 5 એમ્બ્યુલન્સ ફસાઈ; રસ્તામાં ખાડા પડતાં વાહનચાલકોમાં આક્રોશ

અમદાવાદ-મુંબઈ હાઇવે પર 15 કિમીનો ટ્રાફિકજામ:વડોદરા પાસે જાંબુવાબ્રિજ પર વાહનોના થપ્પા, 5 એમ્બ્યુલન્સ ફસાઈ; રસ્તામાં ખાડા પડતાં વાહનચાલકોમાં આક્રોશ
Email :

વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવાબ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતાં આજે (26 જૂન) વહેલી સવારથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જાંબુવાબ્રિજ, પોરબ્રિજ અને બામણગામબ્રિજ પર હેવી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતાં. નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ટ્રાફિકમાં સવારે 5

એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. રોજેરોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષની ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામને કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. અમદાવાદથી સુરત

તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનોની વણજાર લાગતાં લોકો પરેશાન થઈ જતાં આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ન્યુ ગુજરાતની ટીમ ટ્રાફિકજામ થયેલા બ્રિજ પર પહોંચી ન્યુ ગુજરાતની ટીમ જાંબુવાબ્રિજ પાસે પહોંચી હતી, જ્યાં વાહનચાલકો પરેશાન થયેલા જોવા મળ્યા. જાંબુવાબ્રિજ પાસે આવેલા જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પર બાઈક લઈને પહોંચી શકાય એમ નહોતું. કારણ કે અહીં ભારે ટ્રાફિકજામ હતો, જેથી ન્યુ ગુજરાતની ટીમ એક કિલોમીટર ચાલીને એ સાંકડા બ્રિજ સુધી

પહોંચી હતી, જ્યાં મોટા મોટા ખાડા પડી ગયેલા જોવા મળ્યા હતા. વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતાં હતાં, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાયેલી જોવા મળી બીજી તરફ, હાઇવે પર આવતી એમ્બ્યુલન્સો પણ એક-એક કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાયેલી જોવા મળી, જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત જાંબુવા નદી પરના સાંકડા બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલવાના નાના રસ્તા પર વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. હાઇવેની ટ્રાફિકથી સોસાયટીના રહીશો પણ

ત્રસ્ત જાંબુવાબ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી. નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવાબ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે એમ ઇચ્છી રહ્યા છે. ટ્રાફિક-પોલીસને ફોન કર્યો, પણ આવી નહિ અજયભાઈ આ મામલે અંગે સ્થાનિક અજયભાઈ પંચાલે જણાવ્યું હતું

કે ટ્રાફિકજામની સમસ્યા છેલ્લાં 5 વર્ષથી છે. ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતાં આ સમસ્યા સર્જાય છે. મેં આ મામલે ટ્રાફિક-પોલીસમાં ફોન કર્યો હતો, પરંતુ 2 કલાક થવા છતાં તે આવી નથી. હવે ચોમાસામાં અહીં રોજ ટ્રાફિકજામ થાય છે. અમે ટ્રાફિક શાખામાં ફોન કરીએ છીએ, પરંતુ તેમની ગાડીઓ જલદી આવતી નથી. જેથી ટ્રાફિક મેનેજ થતો નથી અને નોકરી-ધંધા પર જતા લોકો પરેશાન થાય છે, કારણ કે આ બ્રિજ શહેરને જોડે છે અને

શહેરમાંથી પોર તરફ ઘણા લોકો નોકરી-ધંધા પર જતા હોય છે, તેથી તેમની માગ છે કે, આ બ્રિજની કામગીરી જલદી પૂર્ણ કરવામાં આવે. ઘણી વખત તો પોર સુધી ટ્રાફિકજામ થઈ જતો હોય છે. અમારી માગણી છે કે આ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે. છેલ્લા એક કલાકથી ટ્રાફિકમાં ફસાયા છીએઃ કિરણભાઈ વાહનચાલક કિરણભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા એક કલાકથી ટ્રાફિકમાં ફસાયા છીએ, પરંતુ હજુ ટ્રાફિક ક્લિયર થયો નથી. આ ટ્રાફિક રોજનો થઈ ગયો છે, જેથી અમે

રોજ હેરાન-પરેશાન થઈએ છીએ. જાંબુવાબ્રિજ, પોરબ્રિજ અને બામણગામબ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. અમે ગઈકાલે રાત્રે પણ પાલેજથી સાંજે 5 વાગ્યે નીકળ્યા હતા અને રાત્રે 9:00 વાગે ઘરે પહોંચ્યા હતા. અમારી માગણી છે કે આ બ્રિજને સિક્સ લેન બનાવી દેવો જોઈએ, જેથી વડોદરાથી રોજ ફોર અને કરજણ તરફ જતા લોકોને ટ્રાફિકજામનો સામનો ન કરવો પડે. આ પણ વાંચો.... અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા પાસે 4 ફોર લેન બ્રિજનું કામ મંથર ગતિએ; પૂર્ણ થતાં હજુ બે

વર્ષ લાગશેઃ સાંસદ નોકરી પર જતો હતો, 9 તો અહીં જ વાગી ગયાઃ સતીષ અન્ય એક વાહનચાલક સતીષ કશ્યપે જણાવ્યું હતું કે હું એક કલાકથી ટ્રાફિકજામમાં ફસાયો છું. મારે 9 વાગે નોકરી પર પહોંચવાનું હોય છે, પરંતુ 9 તો અહીં જ વાગી ગયા છે. હું રોજ વડોદરાથી પોર જાઉં છું. જાંબુવાબ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આ લોકો ચોમાસામાં જ મેન્ટેનન્સનું કામ કરે છે. ચોમાસા પહેલાં જ આ કામગીરી પતાવી દેવી જોઈએ.

Leave a Reply

Related Post