'હેરા ફેરી 3' અધવચ્ચે છોડી 'બાબુરાવ' ફસાયા!: અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડનો કેસ ઠોક્યો, જાણો શું છે સમગ્ર મામલો

'હેરા ફેરી 3' અધવચ્ચે છોડી 'બાબુરાવ' ફસાયા!:અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડનો કેસ ઠોક્યો, જાણો શું છે સમગ્ર મામલો
Email :

ફિલ્મ 'હેરા ફેરી 3' ઘણા સમયથી ચર્ચામાં છે. પરેશ રાવલે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારથી બોલિવૂડ કોરિડોરમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અક્ષય કુમારે તેમના પ્રોડક્શન હાઉસ 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ' દ્વારા પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં, તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડી દેવા અને અનપ્રોફેશનલ રીત દાખવવા બદલ 25 કરોડ રૂપિયાની માંગણી કરી છે. અક્ષય

કુમાર આ ફિલ્મના લીડ એક્ટર તેમજ પ્રોડ્યુસર છે. તેણે ફિરોઝ નડિયાદવાલા પાસેથી ફિલ્મ 'હેરા ફેરી 3'ના લીગલ રાઈટ્સ ખરીદ્યા છે. HTના અહેવાલ મુજબ, આ કેસ સાથે સંકળાયેલા એક કાનૂની સૂત્રએ જણાવ્યું હતું કે- પરેશ રાવલે તેમની પ્રોફેશનલ જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હતી. જો તે ફિલ્મ કરવા માંગતા ન હતા તો શૂટિંગ શરૂ થાય અને પૈસા ખર્ચ થાય તે પહેલાં તેમણે ના પાડી દેવી જોઈતી હતી. હવે હોલિવૂડની જેમ

બોલિવૂડમાં પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કોઈ પોતાની મરજીથી ફિલ્મ છોડી શકશે નહીં. સૂત્રો કહે છે કે- આ ફિલ્મ માટે તેમને તેમની સામાન્ય ફી કરતાં ત્રણ ગણી વધુ ફી આપવામાં આવી રહી છે. ક્રિએટિવ મતભેદોને કારણે પરેશ રાવલે ફિલ્મ છોડી બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, પરેશ રાવલે પોતે પુષ્ટિ કરી હતી કે- તેમણે ફિલ્મ 'હેરા ફેરી 3' છોડી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ છોડવાનું કારણ નિર્માતાઓ સાથે ક્રિએટિવ મતભેદો હોવાનું

કહેવાય છે. જોકે, પાછળથી X પર એક પોસ્ટ શેર કરતી વખતે, એક્ટરે કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે 'હેરા ફેરી 3'માંથી પીછેહઠ કરવાનો મારો નિર્ણય કોઈ ક્રિએટિવ મતભેદોને કારણે નહોતો.' હું ફરી એકવાર કહેવા માંગુ છું કે ફિલ્મના ડિરેક્ટર સાથે મારો કોઈ મતભેદ નથી. મને પ્રિયદર્શનજી માટે ખૂબ જ આદર, સ્નેહ અને વિશ્વાસ છે. વર્ષની શરૂઆતમાં 'હેરાફેરી 3'ની જાહેરાત કરાઈ હતી ડિરેક્ટર પ્રિયદર્શને તેમના જન્મદિવસ પર ફિલ્મ 'હેરાફેરી

3'ની જાહેરાત કરી હતી. પોતાની એક પોસ્ટમાં તેમણે, પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને ટેગ કર્યા. જોકે, ફિલ્મ રિલીઝની તારીખ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળી શકે છે તબ્બુ ફિલ્મ 'હેરા ફેરી 3'માં પણ જોવા મળી શકે છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, 'તેના વિના સ્ટાર કાસ્ટ અધૂરી છે.' એક્ટ્રેસની આ પોસ્ટ પછી, ચાહકોએ અનુમાન

લગાવવાનું શરૂ કર્યું કે તે પણ આ ફિલ્મનો ભાગ હશે. તબ્બુ 'હેરા ફેરી' માં જોવા મળી હતી તબ્બુ 'હેરા ફેરી'ના પહેલા ભાગમાં જોવા મળી હતી, જેમાં તેણીએ સુનીલ શેટ્ટીની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી અને તેનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી, આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો, જેનું ડિરેક્શન નીરજ વોરાએ કર્યું હતું. જોકે, આ ફિલ્મમાં તબ્બુ જોવા મળી ન હતી. ​

Leave a Reply

Related Post