ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ: સિરક્રીક પાસે પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પડાયા બાદ રાજ્યની પશ્ચિમ સરહદે હાઈએલર્ટ જાહેર કરાયું, પોલીસનું સઘન પેટ્રોલિંગ

ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ:સિરક્રીક પાસે પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પડાયા બાદ રાજ્યની પશ્ચિમ સરહદે હાઈએલર્ટ જાહેર કરાયું, પોલીસનું સઘન પેટ્રોલિંગ
Email :

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે સવારે પાકિસ્તાની સેનાએ ભુજ પર કરેલા હુમલાનો પ્રયાસ સેનાએ નાકામ બનાવ્યો હતો. ખાવડા સરહદેથી હુમલાનો આ પ્રયાસ થયો હતો. સમગ્ર કચ્છમાં લોકોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ હતી તેવામાં રાત્રે જમ્મુ અને રાજસ્થાન સરહદે ભારે હવાઇ હુમલા બાદ રાત્રે કચ્છ સરહદે સિર ક્રીક વિસ્તારમાં

પાકિસ્તાને ડ્રોન મારફતે હુમલાનો પ્રયાસ કર્યો હતો જે સૈન્યએ નાકામ બનાવતા સવારે અને રાત્રે બન્ને નાપાક પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને કુલ ચાર ડ્રોન તોડી પડાયા હતાં. આ હુમલાઓને પગલે રસમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. કચ્છના પશ્ચિમી છેવાડે આવેલા અને સંવેદનશીલ ગણાતા સિરક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાને ભારત પર હુમલાનો રાત્રે પ્રયાસ કર્યો

હતો જોકે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડી જડબાતોડ જવાબ આપ્યો છે. હજી સુધી સત્તાવાર ધોરણે નિવેદન સામે આવ્યું નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ લખપતની ભારત પાકિસ્તાનની સરહદે હુમલો થયો હતો. બન્ને દેશો વચ્ચે સિરક્રીક ખુબ મહત્વનું અને સંવેદનશીલ સ્થળ છે. ત્યાં રાત્રીના સમયે પાકિસ્તાન તરફથી હુમલા માટે છ ડ્રોન મોકલાયા હતાં

જે ભારતીય સીમામાં પ્રવેશે ત્યાજ ભારતીય સેનાએ આ ડ્રોન તોડી પાડ્યા હતા. ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી એક ડ્રોન કોરીયાણી વિસ્તારમાં પડ્યો હોવાનું અને બીજા ડ્રોન સિરક્રીકમાં હોવાનું સામે આવ્યું હતું. તણાવ ભરી સ્થિતિ વચ્ચે આ વિસ્તારના તમામ ગામોમાં લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી

છે. સરહદ પર સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.લોકોમાં ઉચાટ ફેલાયો છે. ભુજમાં આજે ઓપરેશન સિંદૂરને અર્પણ રક્તદાન કેમ્પ યોજાશે ભુજમાં ઓપરેશન સિંદુરને અર્પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.શુક્રવારે એલએનએમ લાયન્સ હોસ્પિટલ ખાતે અનિચ્છનીય પરિસ્થિતિ પૂર્વ તૈયારી માટે મોટી સંખ્યામાં

રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ જવાનો,લાયન્સ હોસ્પિટલ અને જીકે જનરલ હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે.શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન ન્યુ રાવલવાડીમાં આવેલી એલએનએમ લાયન્સ હોસ્પિટલ ખાતે યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.રક્તદાન કરનાર દરેક વ્યક્તિને ઓપરેશન બ્લડ સિંદુર સર્ટીફીકેટ આપવામાં આવશે.

Leave a Reply

Related Post